રાશિ અનુસાર જાણો કયા કલરના વાહન તમારા માટે રહેશે શુભ

Please log in or register to like posts.
News

રાશિ મુજબ કયા રંગનું વાહન ખરીદવું?

વાહનનું સુખ સ્પષ્ટ રૂપથી શનિ અને શુક્ર પર આધાર રાખે છે. તમે વાહન ત્યારે જ ખરીદી શકો છો જ્યારે શનિની કૃપા હોય, પરંતુ વાહનનું સુખ ત્યારે મળે છે જ્યારે શુક્ર સારો હોય છે. શુક્રના સારા થવા પર જ તમને વાહનનું સુખ મળે છે, પછી તે વાહન તમારું હોય કે બીજાનું. જ્યારે વાહન સુખમાં સામાન્ય રીતે મંગળ અને રાહુ વિધ્ન નાખે છે. તેના પ્રભાવના કારણે વ્યક્તિ વાહનને લઈને પરેશાન રહે છે. આવો જાણી કયા રંગનું વાહન રાશિ મુજબ તમારી પાસે હોવું જોઈએ.

મેષ રાશિ

તેમના માટે વાદળી શેડ્સના વાહનો સારા રહે છે. કાળા રંગ અને ભૂરા રંગના વાહનોથી બચો. વાહનમાં હનુમાનજીનું ચિત્ર અથવા પ્રતિમાં લગાવો.

વૃષભ રાશિ

તેના માટે સફેદ કલરના વાહનો સારા રહે છે. લાલ રંગના વાહનથી બચવું જોઈએ. વાહનમાં શિવજીની સ્થાપના અવશ્ય કરો.

મિથુન રાશિ

તેના માટે ક્રિમ અને લીલા રંગના વાહનો ઉત્તમ હોય છે. આ રાશિના જાતકોએ શક્ય હોય તો વાહનમાં ભગવાન ગણેશની સ્થાપના કરવી.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને સફેદ અને લાલ રંગના વાહનો અનુકૂળ હોય છે. જ્યાં સુધી બની શકે તો વાહનમાં હનુમાનજીની સ્થાપના કરો.

સિંહ રાશિ

આ લોકો માટે ગ્ર અને સ્લેટિયા રંગના વાહનો ઉત્તમ રહે છે. જ્યાં સુધી બની શકે વાહનમાં ગાયત્રી મંત્ર લખીને લગાવવો જોઈએ.

કન્યા રાશિ

આ લોકો માટે સફેદ અને વાદળી રંગના વાહનો અનુકૂળ હોય છે. લાલ રંગના વાહનોથી તેમણે બચવું જોઈએ. વાહનમાં ભગવાન કૃષ્ણની સ્થાપના કરવી જોઈએ.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે કાળા અને વાદળી રંગની વાહનો ઉત્તમ રહે છે. વાહનની આગળ એક સ્વસ્તિક જરૂરથી લગાવવું.

વૃશ્ચિક રાશિ

તેમના માટે સફેદ રંગના વાહનો ઉત્તમ રહેશે. લીલા અને કાળા રંગના વાહનો ના ખરીદવા જોઈએ. વાહનમાં શિવજીનું ચિત્ર અથવા પ્રતિમા અવશ્ય લગાવો.

ધન રાશિ

લાલ અને સિલ્વર રંગના વાહનો તેમના માટે લાભદાયક હોય છે. કાળા અને વાદળી રંગના વાહનોતી બચવું જોઈએ. વાહનમાં હનુમાન ચાલીસા જરૂરથી લગાવો.

મકર રાશિ

આ લોકો માટે સફેદ, ગ્રે અને સ્લેટીયા રંગના વાહનો ઉત્તમ હોય છે. લાલ તથા વાદળી રંગના વાહનોથી આ લોકોએ બચવું જોઈએ. વાહનમાં શ્રીકૃષ્ણની પ્રતિમા જરૂર રાખો.

કુંભ રાશિ

તેમને વાદળી, સફેદ અને ગ્રે શેડ્સના વાહનો સૂટ કરે છે. વાહનમાં શિવજીની સ્થાપના જરૂરથી કરો.

મીન રાશિ

બની શકે તો આ રાશિના જાતકોએ પીળા અથવા સફેદ રંગના વાહનો ખરીદવા જોઈએ. વાહનમાં હનુમાનજીનું ચિત્ર પણ રાખવું.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.