માતાપિતા માટે, તેનું બાળક બધું છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, પછી પણ તેઓએ તેમના બાળકને કદી તકલીફ થવા ન દે. પરંતુ ચીનના ઝુઝોઉ શહેરમાં રહેતા એક વ્યક્તિએ તેના બે વર્ષના પુત્રને ફક્ત એટલા માટે વેચી દીધો કે તે એ પૈસા થી ગર્લફ્રેન્ડ સાથે દેશભરમાં ફરીને મસ્તી કરી શકે. આવો તમને આ આઘાતજનક સમાચાર વિગતવાર જણાવીએ.
શી નામના વ્યક્તિના પત્નીથી છૂટાછેડા થયા હતા. તેને બે બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી. છૂટાછેડા પછી, શીને પુત્રનો કબજો મળ્યો જ્યારે તેની પત્નીને પુત્રી મળી. શીએ તેના પુત્રને પિતા અને ભાઈના ઘરે છોડી દીધો. તે હંમેશાં પોતાના પુત્ર વિશે બેદરકાર અને ભાવહીન રહેતો હતો.
તાજેતરમાં, શીને પૈસાની જરૂર હતી. આવી સ્થિતિમાં તેણે તેના બે વર્ષના પુત્રને પિતા અને ભાઈના ઘરેથી લઈ લીધો. બાદમાં તેણે પુત્રને દંપતીને 1.7 મિલિયન યુઆનમાં વેચ્યો. જ્યારે શીએ ઘણા દિવસો સુધી તેના સબંધીઓનો સંપર્ક ન કર્યો ત્યારે તેમને ટેંશન થયું. જ્યારે તેઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે શીએ પુત્રને વેચી દીધો હતો.
આ પછી, પરિવારે પોલીસ પાસે ગયા અને શી સામે ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસે શીની ધરપકડ કરી, ત્યારે તેણે કબૂલાત કરી કે તેણે તેના પુત્રને તેની ગર્લફ્રેન્ડ સાથે આખા ચીનમાં પ્રવાસ કરવા માટે વેચી દીધો હતો. બાદમાં, તેના નિવેદનના આધારે પોલીસને તે બાળક ચાંગસુ શહેરમાં મળ્યું. બાળકને શીના પિતા અને ભાઈને સોંપવામાં આવ્યું હતું.
ચાલો તમને જણાવી દઇએ કે ચીનમાં એક કડક વસ્તી નિયંત્રણ કાયદો હતો જેને થોડા સમય પેહલા હળવા કરવામાં આવ્યો છે. જો કે, સામાજિક અને આર્થિક મજબૂરીઓને કારણે યુવક લગ્ન થી દૂર રહે છે. અહીં લગ્ન ઝડપથી તૂટી રહ્યા છે. ત્યારે ચીનમાં છોકરીઓની સંખ્યા ઓછી થવાની સમસ્યા છે. તે જ સમયે, ઘણા લોકો મોટી ઉંમરે લગ્ન કરે છે, જેના કારણે તેમને બાળક પેદા કરવામાં મુશ્કેલી આવે છે. આ બધા કારણોને લીધે, ચીનમાં લોકો બાળકને દત્તક લેવાનું પ્રાધાન્ય આપી રહ્યા છે.
બાકી, આ સમગ્ર મામલે તમારો અભિપ્રાય શું છે? ક્યારેય તમે કોઈ આવો કેસ જોયો અથવા સાંભળ્યો છે જ્યારે કોઈ માતાપિતાએ તેના બાળકને પૈસા માટે વેચી દીધો હોય?