સિગારેટ અને ધુમાડો

Please log in or register to like posts.
News

શિયાળાની કડકડતી ઠંડી હાડ થિજાવી દેતી હતી. દાંતની કડેડાટી બોલાવી દેતી હતી. આવી ઠંડીમાં પણ એક હોડી પ્રયાણ કરવા તૈયાર થઈને ઊભી હતી. પ્રવાસીઓએ પોતપોતાની બેઠક સંભાળી લીધી અને હોડીનું લંગર ખૂલી રહ્યું હતું ત્યારે જ છેલ્લી ઘડીએ એક ગામડિયો બરાબર અણીના સમયે દોડીને હોડીમાં ચડી ગયો.

બરછટ ગરમ કામળો આખા શરીરે લપટાયેલો હોવાથી ગામડિયાને ટાઢ સામે સારુંએવું રક્ષણ મળી રહ્યું હતું. હોડીમાં ચોપાસ નજર કરતાં માત્ર એક જ જગ્યા ખાલી રહી હતી. ગામડિયો એ ખાલી જગ્યાએ જઈને બેસી ગયો.
બાજુમાં બઠેલા એક શહેરી-લહેરી લાલાને ગામડિયો પોતાની બાજુમાં આવ્યો એ ન ગમ્યું. તેણે પોતાનાં અદ્યતન કપડાં સંકોરવા માંડ્યાં. તેનું મોઢું બગડી ગયું અને ઘૃણાથી નાકનાં ફોયણાં ફૂલી ગયાં.

હોડીનું લંગર છૂટી ચૂક્યું હતું. હોડી પાણીના પ્રવાહમાં સરકી રહી હતી. ગામડિયો તો પૂરબહારમાં ખીલી નીકળેલી આજુબાજુની પ્રકૃતિમાં દર્શન કરતો હતો.

ત્યાં તો પેલા શહેરી બાબુએ ગજવામાંથી સિગારેટના પાકીટમાંથી સિગારેટ કાઢીને મિલના ભૂંગળાની માફક ધુમાડો ચારેબાજુ ફેંકવા માંડ્યો.

પેલા ગામડિયા માણસે થોડી વાર તો આ હરકત મૂંગેમોઢે સહન કરી લીધી. પછી હાથેથી ધુમાડાને દૂર હટાવતાં તે બોલ્યો,

‘ભાઈ, આ સિગારેટ તમારી છે?’

ગામડિયો બોલ્યો, ‘ના, ના. તમારી જ છે. આ તો ખાતરી કરવા પૂછ્યું હતું, પણ આ સિગારેટ તમારી જ હોય તો એનો ધુમાડો પણ તમારી પાસે જ રાખવો જોઈએને તમારે! બીજી તરફ આડેધડ શા માટે ફેંકી રહ્યા છો?’
ગામડિયાનો જવાબ સાંભળી શહેરી બાબુ સ્તબ્ધ થઈ ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ ગામડિયો લાગતો માણસ ભોટ નથી, પણ પોતાના જેવા અચ્છા-અચ્છા શહેરીઓની બોલતી બંધ કરી દે એવો બુદ્ધિશાળી છે. તે શરમિંદા થઈને બોલ્યો, ‘મને માફ કરજો, આ સિગારેટ પાણીમાં જ પધરાવી દઉં છું. હવે સિગારેટ નહીં પીઉં!’ તે ગામડિયા લાગતા મહાનુભાવો હતા ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુ.

– હેતા ભૂષણ

Advertisements

Comments

comments