2021 નું પહેલું ચક્રવાત તોફાન ‘તૌકતે’ દેશના પશ્ચિમ કાંઠે ટકરાશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે. જે 16 મેની આસપાસ ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બની શકે છે. 19-20 મેના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે.
તમને જણાવી દઈએ કે, ભારતીય હવામાન વિભાગે લક્ષ્દ્વીપ દ્વીપકલ્પના નીચાણવાળા વિસ્તારો માટે 15-16 મેના રોજ ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેની સાથે જોડાયેલા લક્ષદ્વીપ-માલદીવ ક્ષેત્ર અને ભૂમધ્ય હિંદ મહાસાગરમાં દરિયાની સ્થિતિ શુક્રવાર-શનિવારે તીવ્ર માં બદલાશે.
16 મેના રોજ તેજ થઇ શકે છે તોફાન
આઇએમડી ના ભવિષ્યવાણી અનુસાર 16મેં ના રોજ તોફાન તીવ્ર બની શકે છે, નીચા દબાણનો વિસ્તાર પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં 16 મેની આસપાસ ઝડપથી વિકાસ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે. જો કે, કેટલાક આંકડાકીય મોડેલો ગુજરાત અને દક્ષિણમાં કચ્છ વિસ્તારો તરફ જવાનું શક્યતા દર્શાવે છે, જ્યારે અન્ય દક્ષિણ ઓમાન તરફ પ્રયાણ સૂચવે છે.
માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ
તેથી જ હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ-માલદીવ વિસ્તારોમાં ગુરુવારે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે .
‘તૌકતે’ તોફાન નો મતલબ
ચક્રવાતને 14 મેના નીચા દબાણવાળા ક્ષેત્ર પછી વિકસિત ‘તૌકતે’ નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એક જોરથી અવાજ કરવાવાળી ગરોળી છે. ‘તૌકતે’ નામ મ્યાનમાર તરફથી આપવામાં આવ્યું છે.