Baby Bump સાથે દયાભાભીએ કરી માતા લક્ષ્મીની આરાધના, જાય છે આઠમો મહિનો

Please log in or register to like posts.
Article

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી બનતાં દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે. દિશા વાકાણીએ 17 સપ્ટેમ્બરના રોજ ‘તારક મહેતા..’નું લાસ્ટ શૂટિંગ કર્યું હતું અને ત્યારબાદ પાંચ મહિનાની મેટરનિટી લીવ લીધી હતી. જોકે, દયાભાભીએ સીરિયલના મહત્વના સીન્સનું શૂટિંગ પહેલેથી જ કરી દીધું હતું. જેમાં દિવાળીના એપિસોડનો સમાવેશ થાય છે.

માતા લક્ષ્મીની કરી પૂજાઃ

દયાભાભીએ પ્રેગ્નન્સીના સાત મહિના સુધી શૂટિંગ કર્યું હતું. હાલમાં દયાભાભીને આઠમો મહિનો જાય છે. દયાભાભીએ દિવાળીના સ્પેશ્યિલ ટ્રેકનું શૂટિંગ પહેલેથી જ કરી લીધું હતું. જેમાં તે માતા લક્ષ્મીની પૂજા કરતાં જોવા મળે છે. દયાભાભીનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે સીરિયલમાં જોવા મળે છે. સ્પેશ્યિલ એપિસોડમાં ‘ગોલમાલ..’ની ટીમઃ

દિવાળીના સ્પેશ્યિલ એપિસોડમાં ‘ગોલમાલ અગેઈન’ની ટીમ આવી હતી. કુનાલ ખેમુ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે તથા અજય દેવગણ સાથે ગોકુલધામ સોસાયટીના સભ્યોએ દિવાળી સેલિબ્રેટ કરી હતી.

નિકટના પરિવારજનો ને મિત્રોને આમંત્રણઃ

પહેલી ઓક્ટોબરના રોજ સીમંત યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘તારક મહેતા..’ સીરિયલની એક્ટ્રેસિસ તથા જૂનો ટપુ ભવ્ય ગાંધી નવો ટપુ રાજ અનડકટ આવ્યો હતો. દિશા વાકાણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી. ક્લબ હાઉસમાં લંચઃ

સીમંતની વિધિ થઈ ગયા બાદ મહેમાનો માટે પવઈમાં આવેલા એક ક્લબહાઉસમાં જમણવાર રાખવામાં આવ્યો હતો.

સાંજી સેરેમનીઃ

સીમંતના આગળના દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ ચારથી સાતના સાંજી સેરેમની યોજવામાં આવી હતી. સાંજીમાં સ્ત્રીઓ સાથે મળીને ગીતો ગાતી હોય છે.

(જુઓ, ‘તારક મહેતા..’માં બેબી બમ્પ સાથે દયાભાભીએ કરી પૂજા…)

Source: Divyabhaskar

Advertisements

Comments

comments