બોલિવૂડના દિવંગત સુપરસ્ટાર ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. આજે, 3 ડિસેમ્બર 2025ના રોજ, તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ હરિદ્વાર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગંગા નદીમાં પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. આ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે સની દેઓલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પિતાની અંતિમ વિધિ સમયે ખાનગી પળોને કેમેરામાં કેદ કરતા એક પાપારાઝી (ફોટોગ્રાફર) પર સની દેઓલ અત્યંત ગુસ્સે થઈ ગયા હતા.
હરિદ્વારમાં અસ્થિ વિસર્જન અને ભાવુક ક્ષણો ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે થયું હતું. મુંબઈમાં અંતિમ સંસ્કાર બાદ, આજે દેઓલ પરિવાર હરિદ્વારના હર કી પૌડી નજીક આવેલા એક ખાનગી ઘાટ પર અસ્થિ વિસર્જન માટે એકત્ર થયો હતો. આ વિધિ દરમિયાન સની દેઓલ, બોબી દેઓલ અને સનીનો પુત્ર કરણ દેઓલ હાજર હતા. અસ્થિ વિસર્જન કરતી વખતે બોબી દેઓલ ધ્રુસકે-ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા અને સની દેઓલ પણ ખૂબ જ ભાવુક હતા. પરિવારે સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તમામ વૈદિક રીત-રિવાજો સાથે ‘હી-મેન’ને અંતિમ વિદાય આપી હતી.
સની દેઓલનો ગુસ્સો સાતમા આસમાને આ ખાનગી ધાર્મિક વિધિ દરમિયાન પરિવાર ગોપનીયતા જાળવવા માંગતો હતો, પરંતુ એક પાપારાઝી છુપાઈને આ પળોનો વીડિયો બનાવી રહ્યો હતો. જ્યારે સની દેઓલની નજર તેના પર પડી, ત્યારે તેઓ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે સની દેઓલ ગુસ્સામાં તે વ્યક્તિ પાસે જાય છે અને તેનો કેમેરો/ફોન આંચકી લે છે. સની દેઓલ તેને ખખડાવતા કહે છે, “પૈસા જોઈએ છે? તારે કેટલા પૈસા જોઈએ છે?” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. ચાહકો પણ સની દેઓલનું સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે દુઃખના સમયે પરિવારની પ્રાઈવસીનું સન્માન કરવું જોઈએ.
#SunnyDeol‘s fiery message to the paparazzi😡 A powerful moment that shows where his priorities lie🙏
Have you guys sold your shame?
” पैसे चाहिए तेरे को कितने पैसे चाहिए ”Sunny’s anger is totally justified, Some time celebrities just need to be human 😞
Respect the family… pic.twitter.com/q9mUZmVDIP— Mr Prabh Deol (@Movie_flix1) December 3, 2025
અગાઉ પણ મીડિયા પર ભડક્યા હતા આ પહેલીવાર નથી જ્યારે સની દેઓલ મીડિયા પર ગુસ્સે થયા હોય. અગાઉ જ્યારે ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા હતા ત્યારે પણ સનીએ મીડિયાને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમારા ઘરે મા-બાપ નથી? શરમ નથી આવતી?”
