દોસ્તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ ફળોનો રાજા હોવાની સાથે સાથે કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે જીવન રક્ષક છે. ખરેખર, આંબાના ઝાડના પાંદડા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકોને પ્રી-ડાયાબિટીસ છે અથવા તો આ રોગથી પીડિત છે, તો તમારે એક વાર આંબાના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે કેરીના પાનમાં એન્થોસાયનિડિન નામનું ટેનીન હોય છે, જે ડાયાબિટીસની શરૂઆતની સારવારમાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ભલે કેરી ન ખાઈ શકે પરંતુ તેના પાન ચોક્કસ ખાઈ શકે છે. વાસ્તવમાં, કેરીના પાંદડામાં ઇન્સ્યુલિન ઉત્પાદન અને ગ્લુકોઝ ડિલિવરી સુધારવાની ક્ષમતા હોય છે. તેઓ લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે.
હવે તમે વિચારતા જ હશો કે કેરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો. આ માટે તમારે પહેલા આંબાના 10-15 પાંદડા લેવાના છે. ત્યાર બાદ તેને પાણીમાં ઉકાળી લેવાનું છે. હવે આ પાંદડાને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે પાણીને ગાળીને ખાલી પેટે પી લો. તેને થોડા મહિનાઓ સુધી નિયમિત પીવાથી તમારી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.