ડાયેટ, ફેટ લોસ અને સપ્લિમેન્ટ અંગે આ પાંચ ભ્રમણામાં હોય છે દરેક ભારતીય

Please log in or register to like posts.
News

ફેટ લોસ માટે આ પાંચ ભ્રમણાનો શિકાર હોય છે મોટાભાગના ભારતીય લોકો

ભારતમાં પરફેક્ટ બોડી અને શેપનો ટ્રેન્ડ ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. મોટા સેન્ટરોમાંથી નાના સેન્ટર તરફ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો વધુને વધુ પોતાના ફિઝિકલ અપિરિયન્સ પ્રત્યે સજાગ થઈ રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે અધુરા જ્ઞાન સાથે જીમ ઇન્સ્ટ્રક્ટર બની બેઠેલા કેટલાક ટ્રેઇનર્સ કારણ વગરની ભ્રમણાઓને પણ વેગ આપે છે.

ભ્રમણાઃ1 સપ્લિમેન્ટ્સ એટલે પૈસાનું પાણી

જો તમારી પાસે સપ્લિમેન્ટ પાછળ ખર્ચવાના પૈસા હોય તો આ ઇન્વેસ્ટમેન્ટ પૈસાનું પાણી નથી. જો તમે પોતાના વર્કઆઉટ અને પરફોર્મન્સ પ્રત્યે સીરિયસ હોવ તો આવા સપ્લિમેન્ટ ખૂબ જરૂરી બની જાય છે. આ કેટલાક કેસમાં જીમની શરૂઆત કરવાવાળા વ્યક્તિઓ માટે આવા સપ્લિમેન્ટ જરૂરી નથી હોતા. તમારૂ ડાયેટ જ તમારા માટે ન્યુટ્રિશનનો પહેલો સ્ત્રોત છે પરંતુ સપ્લિમેન્ટ બાકી રહેતા ન્યુટ્રિશનની ઉણપ પૂર્ણ કરશે.

ભ્રમણાઃ 2 સપ્લિમેન્ટ્સથી આરોગ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે

સપ્લિમેન્ટ કોઈ આરોગ્ય વિષયક સમસ્યા દૂર કરવા માટે નથી લેવામાં આવતા. તે ફક્ત તમારા ડાયેટના એડિશન તરીકે કામ કરે છે. એટલે કે તમારા ડાયેટમાં જે માઇક્રો ન્યુટ્રિશન નથી મળી શકતા તે સપ્લિમેન્ટ દ્વારા મળે છે.

ભ્રમણાઃ 3 હાઈ પ્રોટિન ડાયેટ બિનઆરોગ્યપ્રદ છે

અત્યાર સુધીમાં એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે રિસર્ચના તારણો સામે આવ્યા નથી કે હાઈ પ્રોટિન ખોરાક ખાવાથી કિડની કે બીજા અંગોને નુકશાન થાય. હકીકતમાં તમારા શરીરમાં કેટલા પ્રોટિનની જરૂર છે તે તમારી દિનચર્યા પર આધાર રાખે છે.

ભ્રમણાઃ 4 ક્રિએટાઇનયુક્ત ખોરાક લેતા હોવ તો બહારથી લેવાની જરૂર નહીં

બીફમાં ક્રિએટાઇન હોય છે તેનો મતલબ એવો નથી કે તમે બીફ દ્વારા જ આ જરૂરી ક્રિએટાઇન મેળવી શકો છો. કેમ કે બીફમાં પણ તેની માત્રા ખૂબ ઓછી હોય છે. લગભગ 2.5 પાઉન્ડ બીફમાં માત્ર 2-3 ગ્રામ ક્રિએટાઇન હોય છે જે પૂરતું નથી અને તમે એટલી માત્રામાં બીફ ખાવ તો શરીરમાં ફેટ એક્સેસ થઈ જશે માટે સપ્લિમેન્ટ જરૂરી છે.

ભ્રમણાઃ 5 તમે ફક્ત તમારા શરીરના કોઈ ખાસ ભાગની જ ચરબીને ટાર્ગેટ કરી શકો છો

એવી કેટલીય જાહેરાત આવે છે કે તાત્કાલીક અસરથી તમારૂ પેટ ઘટાડો, તમારા સાથળની ચરબીને દૂર કરો. પરંતુ હકીકતમાં તમે શરીરના માત્ર કોઈ એક ભાગમાંથી જ ફેટને દૂર કરી શકો નહીં. તમારૂ શરીર હંમેશા પૂર્ણરૂપે જ ચરબીનું દહન કરી શકે. જ્યારે તમે વજન ઘટાડવાનું શરૂ કરો છો ત્યારે તમારૂ શરીર એક યુનિટની જેમ કામ કરે છે. દરેક જગ્યાએથી નિશ્ચિત વજન ઓછું થાય છે. જેના પરિણામે તમારા શરીરનો શેપ તેવો જ રહે છે.

Source: iamgujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.