તમને 11 સપ્ટેમ્બર,1893 ના દિવસે શું થયું હતું તે યાદ છે?

Please log in or register to like posts.
News

11 September,1893.

સ્વામી વિવેકાનંદે આજ ના દિવસે શિકાગો ખાતે મળેલી ‘વિશ્વ ધર્મ પરિષદ’ ને સંબોધિત કરી હતી. અને તેના પછી વિશ્વ ને ભારત શું છે? ભારત ની સંસ્કૃતિ અને આધ્યાત્મિક માન્યતાઓ શું છે? તે તમામ માહિતી જાણવા મળી હતી. સંપૂર્ણ વિશ્વ જયારે આજે ભારત ને નમન કરે છે ત્યારે સ્વામી વિવેકાનંદ પર આપણને ગર્વ હોવો જોઈએ. આજે સ્વામી વિવેકાનંદ ને શિકાગો માં ભાષણ સંબોધે 124 વર્ષ પુરા થયા. તેથી તેમના ભાષણ ના અમુક અંશ રજૂ કરું છું.

સૌપ્રથમ તો તેઓ ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ બોલવા ને બદલે ‘મારા પ્રિય અમેરિકન ભાઈઓ અને બહેનો’ એમ બોલ્યા જેથી લોકો એ સતત તાળીઓ વગાડી ને તેમનું અભિવાદન કર્યું. અમુક જણા ના મન માં એમ હતું કે, ભારત થી આવેલો આ સન્યાસી કશું જ નહિ કરી શકે તેથી તેઓ કાર્યક્રમ છોડી રહ્યા હતા. તેઓ પણ આ સાંભળી રોકાઈ ગયા. અન્ય ધર્મ ના લોકો એ પોતાના ધર્મ ની મહાનતાઓ કરી પણ સ્વામી વિવેકાનંદે આવું કશું જ કર્યું નહિ.

ભાષણ ના અંશ:-

અમેરિકન ભાઈઓ અને બહેનો,

તમારા સ્નેહપૂર્ણ અને જોરદાર સ્વાગત થી મારુ હૈયું અપાર આનંદ થી ભરાઈ ગયું છે. હું તમને દુનિયા ના સૌથી પુરાણીક ભિક્ષુઓ તરફ થી ધન્યવાદ કહું છું. હું તમને બધા ધર્મો ની જનની તરફ થી ધન્યવાદ કહું છું. તથા બધા સંપ્રદાયો અને મતો ને માનતા કરોડો હિંદુઓ તરફ થી ધન્યવાદ કહું છું.

મને એવા ધર્મ નું ગર્વ છે કે જે ધર્મે વિશ્વ ને સહિષ્ણુતા ને યુનિવર્સલ એકસપટન્સ નો પાઠ ભણાવ્યો છે. અમે સરભૌમિક સહનશીલતા માં વિશ્વાસ નથી રાખતા પણ દરેક ધર્મ નો સત્ય ના રૂપ માં સ્વીકાર કરીએ છીએ.

મને એવા દેશના વ્યક્તિ થવાનું અભિમાન છે, જે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડિતો અને શરણાર્થીઓને આશ્રય આપે છે. મને આપને એ જણાવતા ગર્વ થાય છે કે અમે પોતાના હૈયામાં યહુદીઓના વિશુધ્ધતમ અવશિષ્ટને સ્થાન આપ્યું હતું, જેને દક્ષિણ ભારત આવીને તે વર્ષે શરણ લીધું હતું, જે વર્ષ તેના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી ધૂળમાં મેળવી દીધું હતું.

એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જે મહાન જરથુષ્ટ્ર જાતિના અવશિષ્ટ અંશ(પારસી) ને શરણ આપ્યું હતું અને જેનું પાલન તે હજી સુધી કરી રહ્યા છે. ભાઈઓ અને બહેનો, હું આપ લોકોને એક સ્તોત્રની કેટલીક પંક્તિઓ સંભળાવા માંગુ છું, જેનું રટણ હું બાળપણથી કરી રહ્યો છું અને જેનું રટણ ભારત ના લાખો લોકો કરતા રહ્યા છે –

रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम् ।

नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।

‘જેમ અલગ અલગ નદીઓ ભિન્ન ભિન્ન સ્ત્રોતથી નિકળી સાગર માં મળે છે, તે જ રીતે એ ઈશ્વર, ભિન્ન ભિન્ન રુચી અસાર આડા-સીધા રસ્તેથી આવનાર લોકો અંતમાં તને જ આવીને મળે છે.’

આ સંમેલન કે જે વિશ્વ માં યોજાનારા પવિત્ર સંમેલન માં નું એક છે, સ્વયં ગીતા માં બતાયેલા એક સિદ્ધાંત નું પ્રમાણ છે –

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।

मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ।।

(અધ્યાય 4 શ્લોક 11)
‘જે કોઈ મારી તરફ આવે છે, ભલે તે ગમે તે રીતે હોય, હું તેને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરે છે પણ અંતમાં તો મને જ પામે છે.’(ઈશ્વર ની ઉપાસના કરવા ની પદ્ધતિ તમારી ભલે અલગ અલગ હોય ઓન છેલ્લે તો તમે ઈશ્વર ને જ પામો છો.)

સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેની બીભત્સ ધર્માંધતા આ સુંદર પૃથ્વી ને પોતાના શિકંજા માં જકડી ચુકી છે. તે પૃથ્વી ને હિંસા થી ભરી દીધી છે, કેટલીય વાર આ પૃથ્વી રક્ત થી લાલ થઇ છે, કેટલીય સભ્યતાઓ નો વિનાશ કર્યો છે અને કેટલાય દેશ નષ્ટ કર્યા છે.

જો આ ભયાનક રાક્ષ ના હોત તો આજે માનવસમાજ કેટલાય ઘણો ઉન્નત હોત. પણ હવે એમનો સમય પૂરો થઇ ગયો છે.અને હું સંપૂર્ણ પણે આશા રાખું છું કે આજે સવારે આ સભાના સન્માનમાં જે ઘંટધ્વનિ થઈ છે, તે સમસ્ત ધર્માંન્ધતા, દરેક રીત ના ક્લેશ, પછી એ તલવાર થી હોય કે પેન થી, અને દરેક મનુષ્ય કે જે એક જ લક્ષ્ય તરફ આગળ વધે છે તેમની વચ્ચે ની દુર્ભાવના નો નાશ કરશે.

Advertisements

Comments

comments