કંગના રનૌત ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘ધાકડ’ સાથે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચાહકોને જાસૂસ એજન્ટ તરીકેની કંગનાની ભૂમિકા પસંદ આવી રહી છે. હવે આવતીકાલે (5 મે) ફિલ્મનું નવું ગીત ‘શી ઈઝ ઓન ફાયર’ આવવાનું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગીતનું ટીઝર શેર કરીને આ માહિતી આપી છે.
કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીતની એક ઝલક શેર કરી છે, જેમાં કંગના, અર્જુન રામપાલ અને બાદશાહ છે. આ ગીત બાદશાહે ગાયું છે. આ સાથે તેણે લખ્યું કે આગ એટલી ભીષણ અને વિનાશક છે કે ફાયર બ્રિગેડ પણ તેને ઓલવી શકતી નથી! આવતીકાલે ‘શી ઈઝ ઓન ફાયર’ ગીત આવશે. આ સાથે કંગનાએ હેશટેગ અગ્નિ આ રાહી હૈ પણ લખ્યું હતું. કંગનાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ઓહ માય ગોડ, હવે આને આપણે માઈન્ડ બ્લોઈંગ કહેવાય , તો કોઈએ લખ્યું કે કંગના પહેલેથી જ ફાયર છે.
View this post on Instagram
રજનીશ રાજી ઘાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કંગના અગ્નિ નામની જાસૂસી એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. ‘ધાકડ’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં કંગના અનેક એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કંગનાની એક્ટિંગ અને એક્શનના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા 8 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આવતી કાલે ફિલ્મનું પહેલું ગીત આવશે અને ત્યાર બાદ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં આવશે.