ફાફડાં જલેબી ખાતા પહેલા ધ્યાન રાખજો

Please log in or register to like posts.
News

ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્વો મળે એ તો દૂરની વાત પરંતુ નુકસાન કરે એવા ટોક્સિનની માત્રા વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્ડ ન્યુટ્રિશનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્વાદ માણવા માટે ટેસ્ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે જો લેવામાં આવે તો હેલ્થ માટે જોખમી છે. વર્ષમાં એકાદ વાર ખાતા હોઇએ ત્યારે વધુમાં વધુ ૫૦ ગ્રામ ફાફડા અને ૨૫ ગ્રામ જલેબી ખાવી હિતાવહ છે. બ્લડપ્રેશર, હાર્ટ કે કોલેસ્ટેરોલના દર્દીઓએ ફાફડા-જલેબીથી દૂર જ રહેવું જોઈએ.

Fafda-2

ચણાના લોટમાંથી બનતા ફાફડા માં થોડી માત્રામાં કેલરી અને પ્રોટિનનું પ્રમાણ હોય છે, જયારે નહિંવત માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. ફાફડા અને જલેબી ખાતા હોઇ ત્યારે તેનાંથી થતાં નુકસાનથી બચવા સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઇએ. જો ફાફડા વાસી તેલમાંથી બન્યાં હોય તો તેમાં ટોક્સિન તત્વ વધુ પ્રમાણમાં હોય તે નુકસાન વધુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્વો હોતાં જ નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્લુકોઝ જતાં શક્તિ જેવું લાગે છે.

Fafda-1

ફરસાણ કે ફાફડાના તેલમાં વધુ પ્રમાણમાં ઘાણ નાખવામાં આવે તો તેલમાં રહેલાં સારાં તત્વો ટોક્સિનમાં ફેરવાતાં નુકસાન કરવાની શરુઆત થાય છે. એકનું એક તેલ એસિડિટિઝ, કોલેસ્ટેરોલ તેમજ ફેટી લીવરના પેશન્ટ માટે ઘણું નુકસાનદાયક છે. આ પ્રકારનું તેલ શરીરના કોષોની દીવાલને પણ નુકસાન કરે છે. કપાસિયા, રાયડા કે અન્ય તેલનો તો ઓછી વાર જ તળવા માટે ઉપયોગ કરવો જોઇએ.

Fafda-5

જલેબી નુકસાનકારક કેમ ? – મેંદા અને ખાંડમાંથી બનતી જલેબીમાં પોષક તત્વો હોતા નથી. તેને ઘીમાં તળવામાં આવતાં હોવાથી તેમાં ફેટનું પ્રમાણ વધે છે જે નુકશાન કારક સાબિતી થાય છે. જો જલેબી વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવે તો નુકસાનનું પ્રમાણ ઘણું વધી જાય છે. કોલેસ્ટેરોલનો વધારો કરતી જલેબીમાં ફૂગ લાગવાની શક્યતા રહેતી હોય તેને હંમેશા ચેક કર્યા બાદ જ ઉપયોગમાં લેવી. જુની રીતે જલેબી બનાવવા માટે વાપરવામાં આવતું કપડું જો અસ્વચ્છ હોય તો અનેક રોગોનું ઘર બની શકે છે. આર્ટિફિશ્યલ કલર તેમજ કેસર ઘણું નુકસાનકારક છે.

fafda

ફાફડા જલેબી ખરીદતા વખતે ધ્યાનમાં રાખો – ફાફડા અને જલેબી બેગમાં પેક હોય તો ક્યારે આ ફાફડા કે જલેબી તૈયાર કરવામાં આવ્યા છે તે અને તેનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાય તે અવશ્ય વેપારીને પૂછવું. સાથે સાથે ફરસાણની દુકાને કે જે જગ્યાએ ફાફડા અને જલેબી ક્યાં તૈયાર કરવામાં આવ્યા તેની કાયદેસર જાણકારી આવી તૈયાર બેગમાં લખેલી હોય તે જરુરી છે, કારણ કે મોટા ઘણા બધા પ્રોડક્ટ એવા હોય છે જે વેચાય મોટી મોટી દુકાનોમાં પણ તેનું મેન્યુફેક્ચરિંગ ઝૂંપડપટ્ટી જેવા સ્થાનો પર હોય છે જ્યા સ્વચ્છતાનું ધ્યાન બિલકુલ રાખવામાં આવતુ નથી.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.