60 વર્ષે FBએ કરાવ્યું પટેલ ભાઈ-બહેનનું મિલન, વિશ્વના ધનાઢ્યોમાં થાય છે ભાઈની ગણતરી

Please log in or register to like posts.
Article

અસગર સ્કોટલેન્ડના સ્થિત ઘર છોડીને ભારત આવ્યા જ્યા, તેમણે પોતાની શાનદાર કારકિર્દી ઘડી

લંડનઃ સોશિયલ મીડિયા લોકો માટે બહુ મદદગાર સાબિત થઈ રહ્યું છે. ફેસબુક ઘણા ગુમાવેલા સ્વજનોને એકબીજા સાથે ફરીથી મિલન કરાવી ચૂક્યું છે. આ વખતે ફેસબુકના કારણે 60 વર્ષથી છૂટા પડેલા પટેલ ભાઈ બહેનનું મિલન થયું છે. 83 વર્ષની ઈડા વાઈલ્ડ 60 વર્ષ પછી દત્તક લીધેલા પોતાના ખોવાયેલા ભાઈ અસગર પટેલને મળી તો ખુશીનો કોઈ પાર ન રહ્યો. એકબીજાને મળ્યા તેનો તો આનંદ હતો જ પણ સાથે સાથે ભાઈની સફળતાએ તે તેના દિલને ગાર્ડન ગાર્ડન કરી દીધું.

ભાઈ-બહેનની થઈ ભાવુક મુલાકાત

    Advertisements

78 વર્ષના તેનો ભાઈ દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ થઈ ચૂક્યો હતો. અસગરે ફેસબુક પર લગ્નની એક તસવીર જોઈને ઈડાને ઓળખી લીધી અને ઓગસ્ટમાં ફેસબુક દ્વારા જ તેનો સંપર્ક કર્યો પછી ભાઈ-બહેનની ભાવુક મુલાકાત થઈ. અસગરના પિતા શકૂર હસન પટેલે મુંબઇમાં સફળ કેપ ઉત્પાદક કારોબાર શરૂ કરવા માટે લગભગ 1950માં ગુજરાત છોડ્યું હતું.ભારત-પાકિસ્તાન ભાગલાએ કરી દીધા હતા પાયમાલ

ઈડા પ્રમાણે, તેના પરિવારે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ અસગર અને તેની બહેનની દેખરેખ કરી હતી કારણ કે તે વખતે પિતા શકૂર હસન પટેલ તેમનું પાલન કરવા માટે સક્ષમ નહોતા. ભાગલાએ તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધા હતા. બાળપણમાં પાંચ વર્ષ સુધી ઈડા અને અસગરનો એક સાથે જ ઉછેર થયો. પરંતુ બાદમાં અસગર સ્કોટલેન્ડના ગ્લાસગો સ્થિત ઘર છોડીને ભારત આવી ગયા હતા જ્યા, તેમણે પોતાની શાનદાર કારકિર્દી ઘડી.ફોર્બ્સની યાદીમાં છે 45માં સ્થાને

    Advertisements

લાખો રૂપિયાના પગારની નોકરી કરી અને પછી લોજિસ્ટિક કંપનીનો પાયો નાખ્યો. આજે તેઓ દુનિયાના ધનાઢ્ય લોકોમાં સામેલ થઈ ચૂક્યા છે. આ વર્ષે ફોર્બ્સના સૌથી અમીર 100 ભારતીયોની યાદીમાં તેમને 45મું સ્થાન મળ્યું છે. ઈડા કહે છે કે, અસગરના ગયા પછી આખા પરિવારનું દિલ તૂટી ગયું હતું. તેઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે અસગર સાથે તેમની ક્યારેય મુલાકાત થશે. પરંતુ નસીબ તેમને ભેગા કરવાના હતા. અસગરે ઈડાને જણાવ્યું કે, તેમણે ઘણા વર્ષ સુધી તેમને દત્તક લીધેલા આ સ્કોટિસ પરિવારની શોધખોળ કરી પણ તેઓ કંઈ જાણી શક્યા નહી.1959માં પોતાની કંપની પટેલ રોડવેઝની કરી શરૂઆત

બ્રિટનથી પાછા આવીને અસગરે મુંબઈમાં સફળ ઉદ્યોગપતિ બની ચૂકેલા પિતા શકૂર હસન પટેલ સાથે કામ ન કર્યું, પરંતુ જાતે સેલ્સમેન, સ્ટેનોગ્રાફરથી માંડીને સેક્રેટરી સુધીની નોકરી કરી. ત્યારબાદ 1959માં પોતાની કંપની પટેલ રોડવેઝની શરૂઆત કરી. આજે તેમની કંપનીનો બિઝનેસ ભારત, બ્રિટન સાથે જ મધ્યપૂર્વમાં ફેલાયેલો છે. તેમની પાસે અંદાજે ચાર હજાર કરોડની સંપત્તિ છે. તેમની કંપની પટેલ રોડવેઝ એશિયાની સૌથી મોટી લોજિસ્ટિક કંપનીમાંથી એક છે.અસગરના પિતા એક ધનવાન ઉદ્યોગપતિ હતા

તે તેના દત્તક સ્કોટ્ટીશ પરિવારને વર્ષોથી શોધતો હતો, પરંતુ તેઓ ગ્લાસગોથી નીકળી ગયા છીએ જેથી, તે પરિવારને શોધી શક્યો નહોતો. ભારત અને પાકિસ્તાનના ભાગલાથી 10 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને એક મિલિયન જેટલા લોકો મૃત્યું પામ્યા હતા. તે સમયે અસગરના પિતા એક ધનવાન ઉદ્યોગપતિ પણ હતા, જેઓ તેમના પરિવારની સલામતી માટે ચિંતિત હતા અને ઇચ્છતા હતા કે તેમના બાળકો યુકેમાં આશ્રય લે.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments