અમુક મિત્રો

Please log in or register to like posts.
News

મિત્રો છે જે અમુક મારી પાસે,

છે સાવ નકામા સાચે સાચે…

મળ્યા છે જ્યારથી મને દોસ્તો આવા,

સુધરતી આવી છે મારી જિંદગીની કાયા…

 

મારી ખુશી માં મોજ થી નાચે,

ને દુખ માં મોટી ભાગીદારી આપે,

ભલે ભોગવે ક્યારેક એ મારા પાપે,

પણ મારી ઈચ્છાને ક્યારેય ના કાપે…

છે સાથે જ્યારથી અમુક ભાઈબંધ આવા,

મજબૂત થયા છે મારી હયાતીના પાયા…

હસી-ખુશીથી સુનો સંસાર સજાવે,

મળે જ્યારે મસ્તીથી મોજ કરાવે,

ગમ અને ઉદાસી નો પારો ગગડાવી,

હાસ્યનો આખો દરિયો છલકાવે…

મળેલા ચોકક્સ ઘાઁવ ને રુઝાવવા,

મળ્યા છે મને અમુક મિત્રો આવા..

ક્યે છે ‘ રખડ઼ુ ‘ એ દોસ્તો ને આજે,

છો તમે નકામા સાચે સાચે.

તમે સાવ નકામા સાચે સાચે..!

 

– પ્રતિક જાની ‘ રખડ઼ુ ‘

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.