FIFA એવોર્ડ્સ નો ઇતિહાસ ખબર છે તમને!? Click કરો આ લિંક અને જાણો FIFA એવોર્ડ્સની રસપ્રદ માહીતી

Please log in or register to like posts.
News

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લંડનમાં તાજેતરમાં (24 Oct) સમાપન સમારોહમાં શ્રેષ્ઠ ફિફા (FIFA) મેન્સ પ્લેયર એવોર્ડ જીત્યો. જ્યારે ‘ધ બેસ્ટ ફીફા ફુટબોલ એવોર્ડ્સ’ નું માત્ર બીજુ વર્ષ હતું, આ પુરસ્કારો પાછળનો લાંબો ઇતિહાસ છે. ચાલો જોઈએ કે વર્ષોમાં ફિફા એવોર્ડ નો કેવી રીતે વિકાસ થયો છે અને ફૂટબોલમાં સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી વિશેની કેટલીક હકીકતો…

1991 માં ફિફા એવોર્ડ ફિફા (FIFA) વર્લ્ડ પ્લેયર ઑફ ધ યર એવોર્ડ્સ ની શરૂઆત થઈ હતી. પુરુષ ફુટબોલ ખેલાડીઓ માટે વર્ષ 1991 થી 2009 દરમિયાન આ પુરસ્કારો યોજાયા હતા, જ્યારે સ્ત્રી ફૂટબોલરો માટે વર્ષ 2001 થી 2015 સુધી એવોર્ડ પ્રસ્તુત કરાયા હતા.

બ્રાઝિલની ફૂટબોલ ખેલાડી માર્ટા વિએરા દા સિલ્વાએ સતત પાંચ વખત (2006 થી 2010) માટે ‘બેસ્ટ ફિમેલ પ્લેયર’ એવોર્ડ જીત્યો હતો. કોઈ પુરુષ ખેલાડી ક્યારેય આ પરાક્રમ હાંસલ કરી શક્યો નથી.

ફ્રેન્ચ મેગેઝિન સાથે ફીફાનું જોડાણ:
2010 માં, ફિફા (FIFA) પ્લેયર ઓફ ધી યર એવોર્ડ ફ્રાન્સ ફુટબૉલના બલોન ડી’ઓર મેગેઝીન સાથે મર્જ કરવામાં આવ્યો હતો. આ નવીન ફિફા બલોન ડી ઓર એવોર્ડને વિશ્વના શ્રેષ્ઠ પુરૂષ ફૂટબોલ ખેલાડીને આપવામાં આવ્યો હતો અને વિજેતાને પત્રકારો, રાષ્ટ્રીય ટીમ કોચ અને કેપ્ટનના મતોના આધારે પસંદગી કરવામાં આવી હતી.

ફ્રાન્સ ફુટબોલ સાથેના સંબંધને સમાપ્ત કર્યા પછી, ફિફા (FIFA) એ 2016 માં ‘બેસ્ટ ફીફા ફુટબોલ એવોર્ડ્સ’ રજૂ કર્યા. આ પુરસ્કારોને પ્રોત્સાહન આપવા માટે, ફિફા (FIFA) નવી શ્રેણીઓમાં લાવ્યા
શ્રેષ્ઠ ખેલાડીઓ માટે પુરસ્કારો આપવા સિવાય, ફિફા (FIFA) શ્રેષ્ઠ કોચ (પુરૂષો અને સ્ત્રીઓ), શ્રેષ્ઠ ગોલકિપર, શ્રેષ્ઠ ચાહકો, વર્ષના શ્રેષ્ઠ ગોલ અને ફેર પ્લે એવોર્ડ્સ શરૂ કર્યા.

2016 માં ‘ બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ ‘ શરૂ થયાં પછી રોનાલ્ડો સળંગ બે પુરસ્કારો જીત્યો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સતત બે વર્ષ (2016 અને 2017) માટે શ્રેષ્ઠ ફિફા મેન્સ ફૂટબોલ પ્લેયર જીત્યો છે. 2017 માં, ઝિનેનિન ઝિદાનને શ્રેષ્ઠ કોચ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

જ્યારે લીક માર્ટેન્સને શ્રેષ્ઠ ફિફા (FIFA) વિમેન્સ ફૂટબોલ પ્લેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Lieke Martens,Netherlands

વિશ્વની સૌથી લોકપ્રિય રમત વિશે ની આ માહીતી તમને કેવી લાગી, કોમેન્ટ કરી ને જરૂર થી જણાવો. અને તમારા ફેવરિટ ખેલાડી નું નામ કોમેન્ટ કરવાનું નાં ભૂલતા.
@rakhdu_jani

સંકલન // પ્રતિક એચ. જાની

Advertisements

Comments

comments