જાદુઈ છે આ ચાર મંત્ર, તેમના જાપથી થાય છે અઢળક ધનની પ્રાપ્તિ

Please log in or register to like posts.
News

મંત્ર ઉચ્ચારણનું મહત્ત્વ

શાસ્ત્રોને મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન માનવામાં આવે છે. ધનની અછત એક એવી સમસ્યા છે જે વ્યક્તિને એક નહિ પરંતુ અનેક પ્રકારની મુશ્કેલી આપે છે અને આખુ જીવન દુઃખદ બની જાય છે.

મંત્ર ઉચ્ચારણ

એવી સમસ્યાથી બચવા માટે એવા કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે જેનો જાપ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને આગળ તમને અઢળક ધન અપાવી શકે છે. આ મંત્ર તમારા તન અને મન પર વૈજ્ઞાનિક ઢબે અસર કરે છે.

મંત્ર ઉચ્ચારણ અને ધ્વનિ

મંત્ર ઉચ્ચારણ અને ધ્વનિથી ઉત્પન્ન થનારી કંપન શરીરમાં એવા તરંગો ઊભા કરે છે જે તમારા મસ્તિષ્ક પર સકારાત્મક અસર કરે છે અને પછી તમે એ જ રીતે વિચારવા માંડો છો. આ પ્રકારે તમારુ મગજ સાચા અને સારા નિર્ણય લઈ શકે છે અને તમને તમારુ લક્ષ્ય હાંસલ કરવામાં સફળતા મળે છે.

આર્થિક મુશ્કેલીમાંથી નીકળવા માટે

“गोवल्लभाय स्वाहा”. શાસ્ત્રોમાં આ સાત અક્ષરના કૃષ્ણમંત્રને અદભૂત શક્તિ માનવામાં આવે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ ભિખારી કે જેને બે સમય ખાવાના પણ ફાંફા હોય તેને પણ આ મંત્રનો જાપ કરતા કોઈ એક તક મળે છે જેનાથી તે જીવનભર ગરીબીમાંથી મુક્ત થઈ શકે છે.

પૈસાની તાણ દૂર થાય છે

જો કોઈ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું હોય તો તેને આ મંત્રનો જાપ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે. તમે જેવા આ મંત્રના સવાલાખ જાપ કરો કે તરત જ વ્યક્તિને આશ્ચર્યજનક આર્થિક લાભ મળે છે.

સત્તર અક્ષરનો મંત્ર

“ ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा।“ આ સત્તર અક્ષરનો મંત્ર જાદુઈ છે. તે કોઈને પણ કરોડપતિ બનાવી શકે છે. આ મંત્રને શ્રીકૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર માનવામાં આવે છે.

ભરપૂર ધનલાભ કરાવી આપે છે

આ મંત્ર ધનલાભ આપવામાં એટલો શક્તિશાળી માનવામાં આવે છે કે ઉલ્લેખ પ્રમાણે તમે તેનો જાપ કરો તો કરોડપતિ પણ બની શકો છો. આ માટે પાંચ લાખ વાર આ મંત્રનો જાપ કરવો જરૂરી છે નહિં તો તમને કોઈ લાભ નથી મળતો.

દેવામાંથી મુક્તિ માટે

જો તમારે માથે દેવુ વધી ગયુ હોય અથવા તો તમે કારકિર્દીમાં મોટી સફળતા મેળવવા માંગતા હોવ તો “ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा” શિવમંત્રનો નિયમિત 1008 વાર જાપ કરો. આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળશે.

શિવ મંત્રની અસર

નિયમિત આ મંત્રના જાપથી થોડા જ દિવસમાં તેની અસર જોવા મળે છે. વ્યક્તિનું દેવુ દૂર થાય છે અને ધન પ્રાપ્તિના માર્ગમાં આવનારી અડચણો દૂર થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય પણ સુધરે છે. મંત્ર વિચારશક્તિ વધારે છે અને કારકિર્દીમાં ઝડપી વિકાસના દ્વાર ખોલી દે છે.

Advertisements

Comments

comments