ફેસબુક ટિપ્સઃ આ 7 પ્રકારના ફ્રેન્ડ્સથી તો દૂર જ રહો

Please log in or register to like posts.
News

આ 7 પ્રકારના ફ્રેન્ડને ન કરો એડ

ફેસબુક એક અલગ વર્ચ્યુઅલ દુનિયા છે, જેમાં આપણને અલગ અલગ પ્રકારના લોકો મળે છે. તેમાંથી કેટલાક સારા નીકળે છે, તો કેટલાક એવા પણ મળી જાય છે, જેમનાથી છુટકારો મળવો મુશ્કેલ હોય છે. જાણો કોણ છે આ 7 વિચિત્ર લોકો, જેમને ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં ક્યારેય એડ ન કરવા જોઈએ. જુઓ…

અધૂરું સ્ટેટસ મૂકનારા

આપણા ફ્રેન્ડલિસ્ટમાં કોઈ તો એવું હોય છે, જે સ્ટેટસ અપડેટ મૂકશે, પણ અધૂરું. જેમ કે, ‘કાશ, આજે આવું ન હોત…’ ત્યાર બાદ લોકો કોમેન્ટ બોક્સમાં ‘શું ન હોત?’ પૂછી પૂછીને થાકી જશે, પણ જવાબ મળશે ‘કંઈ નહિ, જીવન છે, ચાલે છે.’ આવા ફ્રેન્ડ મગજનું દહીં કરે છે. તેમનાથી બચો.

ફેક પ્રોફાઇલની રિક્વેસ્ટ

તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, જેની સાથે મેસેજ પણ આવે છે. ‘શું હાલ છે? મને ઓળખ્યો? આપણે એક જ સ્કૂલમાં હતા.’ તમે જવાબ આપશે, ‘હા, કેમ નહિ.’ પણ શું તમે તેને ખરેખર ઓળખો છો. હવે જુઓ, આ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ તમને ધર્મ સંકટમાં મૂકી દે છે. હવે તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જ પડશે, ઇચ્છા નહિ હોય તોય. હવે આ એંગલથી પણ વિચારો કે, કોઈ એવો જાણકાર, જે તમારી નબળી યાદશક્તિનો ફાયદો ઉઠાવીને તમારી પર નજર રાખવા માટે ફેક પ્રોફાઇલ બનાવીને તમને રિક્વેસ્ટ મોકલે તો? તુરંત ડિલીટ કરી દો…

પ્રાઇસ ટેગ

કેટલાક લોકો એવા પણ હોય છે કે, જે આખી જિંદગી હાલતાચાલતા પ્રાઇવસ ટેગ હોય છે. ‘થેન્ક યુ બેબી ફોર ધિસ ગુચી ડ્રેસ (સાથે એક પાઉટ વાળી સેલ્ફી)’, ‘ધિસ ઇઝ માય ન્યૂ કાર (ગાડી સાથે એક પાઉટ વાળી સેલ્ફી)’, ‘ઓફ ટુ ગોવા વિથ માય હબી જાનુ (વધુ એક પાઉટ વાળી સેલ્ફી)’. ખરેખર? આવા લોકો તમારા ફ્રેન્ડલિસ્ટમાં હોવા જોઈએ? આવા લોકો તમને કોમ્પ્લેક્સ આપશે, કારણ કે આ જ તેમનો ઉદ્દેશ હોય છે. આવા લોકોને તમારી અંદર નેગિટિવિટી ન ભરવા દો. તેમની પ્રોફાઇલ પર જાવ, નમ્રતા અને પ્રેમભાવથી રિમૂવ કરો.

બેમતલબ ટેગિંગ

આમને તો લાગે છે કે, ફેસબુક પર જણાવ્યા વિના કોઈ કામ જ થતું નથી. મોટે ભાગે આ લોકોનાં સ્ટેટસ અપડેટ કંઈક આ પ્રકારે હોય છે, ‘લિસનિંગ ટુ કબીરા…’, ‘સો મચ ફન-ગોઇંગ ફ્રોમ ઉદયપુર ટુ અમદાવાદ’, ‘યમી ઈટિંગ આઇસક્રીમ વિથ ચોમુ એન્ડ 25 અધર્સ @અસર્ફી, એસજીહાઈવે’. સીધી વાત છે, વળી કોઈ કોઈના જીવનની નાની નાની વાતો શું કામ જાણવા માગે? હદ તો ત્યારે થાય છે કે, જે અપડેટ નાખીને બેમતલબ તેમાં ટેગ પણ કરે છે. આવા લોકોથી તો ખાસ બચો.

એક્સ સાથે ફ્રેન્ડશિપ

તે તમારા જીવનમાં આવી, તમારી નજીક આવી અને તમારું જીવન બદલી નાખ્યું. તમે આ નવી ખુશીઓના નશામાં ઝૂમી રહ્યા હતા અને અચાનક દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે, તેણે બીજી પણ જિંદગીઓ બદલવાની છે. તમને તમારું બદલાયેલું જીવન આપીને તે ચાલી ગઈ બીજા કોઈની જિંદગી બદલવા. હવે તે તમારો ફોટો ક્યારેક કોઈ સાથે પોસ્ટ કરે છે તો ક્યારેય બીજા કોઈ સાથે અને દરેક વખતે તમને નવા સાથી સાથે જોઈને તમને અહેસાસ કરાવતી રહે છે કે, તમારી ફીલિંગ્સને લૂંટી લેવાઈ હતી… આ બધાને ટાટા-બાય બાય કરી દો. એક સ્ટેટસ અપડેટ દ્વારા તમારી લાઇફમાં તોફાન લાવવાનો હક તેની પાસેથી છીનવી લો. હવે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે, ફેસબુકમાંથી એક્સને ડિલીટ કરી દેશો તો તેને ભૂલી શકશો.

પકાઉ સ્ટેટસ

‘માય ન્યૂ લેપટોપ’, ‘ફર્સ્ટ સ્ટેટસ ફ્રોમ માય ન્યૂ લેપટોપ’, ‘માય ન્યૂ લેપટોપ ઇઝ 5 એજ ઓલ્ડ ટુડે’, ‘ઓએમજી, આઈ કેન ટાઇપ સો ફાસ્ટ ઓન માય ન્યૂ લેપટોપ!’ જો ઉદાહરણ આટલાં પકાઉ હોય તો એ લોકો કેટલા પકાઉ હશે? અમે તો આવા લોકોને એડ નહિ કરીએ, તમે કરશો?

અતિવાદી લોકો

‘આ દેશ ગદ્દારોના હાથે વેચાઈ ગયો છે, તેને બચાવો, પ્રામાણિક નેતાઓને સપોર્ટ કરો. તેમને વોટ આપો. જય મા ભારતી!’ ‘આ દેશમાં નવું બાળક જન્મ્યુ છે. બધું આપણા નેતાની કૃપા છે. આપણા નેતા સૌથી મહાન છે. દેશમાં પાણી, વીજળી બધું જ તેઓ જ લાવ્યા છે.’ ‘એ શું જાણે ઇશ્વર કોણ છે. સત્ય તો આ છે. વાંચો મારો સણસણતો ધર્મ-કર્મથી ભરપૂર આ બ્લોગ, જે તમને બતાવશે કે આપણે સૌ મહાન છીએ, બાકી બધા તો…’ આવા લોકો સમજ્યા-વિચાર્યા વિના દુર્વિચારને પ્રોત્સાહન આપે છે. કોઈ પણ લોજિક વિના પોસ્ટ કરે છે. આવા લોકોથી જેટલા દૂર રહીએ તેટલું સારું છે. તમારા માટે પણ અને દેશ માટે પણ.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.