બોલિવૂડ ની દુનિયા રિયલ લાઈફ માં બહાર થી એટલી ચમકદાર નથી. આજે આપણે આપણા મનપસંદ સ્ટાર્સ ને સફળ જોઈ ને ખૂબ જ ખુશ છીએ પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેઓ આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેઓ એ શું કર્યું છે. આજે આ લેખ માં આપણે બોલીવુડ ના ટોપ 10 સેલેબ્સ વિશે જાણીશું, જેમણે બી-ગ્રેડ ફિલ્મો માં કામ કર્યું છે.
અક્ષય કુમાર
અક્ષય કુમાર ને હાલ માં ઇન્ડસ્ટ્રી નો સૌથી લોકપ્રિય અભિનેતા માનવા માં આવે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેની કારકિર્દી ની શરૂઆત માં તેણે બી-ગ્રેડ ફિલ્મો માં કામ કર્યું હતું. પોતે પીઢ અભિનેતા એ પણ એક ઈન્ટરવ્યુ માં આ વાત નો સ્વીકાર કર્યો હતો.
રાજેશ ખન્ના
દિવંગત અભિનેતા રાજેશ ખન્ના ને ઈન્ડસ્ટ્રી ના પહેલા સુપરસ્ટાર કહેવા માં આવે છે. પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે આ દિગ્ગજ કલાકારે પોતાની કારકિર્દી ના શરૂઆત ના દિવસો માં બી-ગ્રેડ ફિલ્મો માં પણ કામ કર્યું હતું.
દિશા વાકાણી
ઘર-ઘર માં દયાબેન તરીકે જાણીતી અભિનેત્રી દિશા વાકાણી પણ બી-ગ્રેડ ફિલ્મો નો ભાગ બનતી હતી, જો કે હવે તેણે આવી ફિલ્મો થી દૂરી બનાવી લીધી છે.
ઉર્વશી ધોળકિયા
ફેમસ ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા પણ આ લિસ્ટ માં સામેલ છે. બિગ બોસ વિજેતા ઉર્વશી એ પણ તેની કારકિર્દી ના શરૂઆત ના દિવસો માં બી ગ્રેડ ફિલ્મો કરી હતી.
શક્તિ કપૂર
ઇન્ડસ્ટ્રી માં શક્તિ કપૂર એકમાત્ર એવા અભિનેતા છે જેઓ બી ગ્રેડ ફિલ્મો તરફ વળ્યા જ્યારે તેમની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સારી ચાલી રહી હતી. આવું કરવા પાછળ નું કારણ શું હતું તે કોઈને ખબર નથી.
મનીષા કોઈરાલા
90ના દાયકા ની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલા એ પણ B ગ્રેડ ફિલ્મો કરી છે. અભિનેત્રી એ ‘એક છોટી સી લવ સ્ટોરી’ નામ ની બી બ્રેડ ફિલ્મ કરી હતી.
માન્યતા દત્ત
અભિનેત્રી માન્યતા એ બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત સાથે લગ્ન કર્યા પહેલા બી ગ્રેડ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે. કહેવાય છે કે લગ્ન બાદ સંજયે સોશિયલ મીડિયા પર થી તેના વીડિયો હટાવી દીધા હતા.
રિયા સેન
બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં કામ કરવા ની સાથે રિયા સેને સાઉથ ની ઘણી હિટ ફિલ્મો માં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડ્યુ. આ સિવાય રિયા એ કેટલીક બી ગ્રેડ ફિલ્મો માં પણ કામ કર્યું છે.
રાખી સાવંત
ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ને કારણે છવાયેલી છે. આ અભિનેત્રી એ તેની કારકિર્દી ની શરૂઆત ની ફિલ્મો માં બી ગ્રેડ ફિલ્મો પણ કરી હતી.
નિગાર ખાન
નિગાર ખાન તેના બોલ્ડ ગીતો માટે જાણીતી છે, જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે ઘણી બી ગ્રેડ ફિલ્મો માં પણ કામ કર્યું છે.