હાલ માં, મોટાભાગ ના બોલિવૂડ સ્ટાર્સ તેમના લગ્ન ગુપ્ત રીતે કરવાનું પસંદ કરે છે, જો કે, લગ્ન પછી તરત જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. ચાહકો એ આલિયા-રણબીર, કેટરિના કૈફ-વિકી કૌશલ અને દીપિકા-રણવીર ના લગ્ન ના ફોટા જોયા જ હશે. પરંતુ આજે આ લેખમાં આપણે બોલીવુડના આવા 10 સેલેબ્સના ફોટો જોઈશું, જે બહુ ઓછા ચાહકોએ જોયા હશે.
1) ઐશ્વર્યા રાય- અભિષેક બચ્ચન
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક બચ્ચને વર્ષ 2007માં લગ્ન કર્યા હતા.
2) અમિતાભ બચ્ચન- જયા બચ્ચન
બોલિવૂડના શેહેંશાહ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને 3 જૂન 1973 ના રોજ સાત ફેરા લીધા હતા.
3) શાહરૂખ ખાન
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને તેની ગર્લફ્રેન્ડ ગૌરી ખાન સાથે 25 ઓક્ટોબર 1991 ના રોજ લગ્ન કર્યા હતા.
4) ધર્મેન્દ્ર અને હેમા માલિની
બોલિવૂડ ની ડ્રીમ ગર્લ અને સુપરસ્ટાર ધર્મેન્દ્ર ના લગ્ને ભારે ચકચાર જગાવી હતી. આ પાવર કપલે વર્ષ 1980 માં લગ્ન કર્યા હતા.
5) અજય દેવગન- કાજોલ
અજય દેવગન અને કાજોલે 24 ફેબ્રુઆરી 1999 ના રોજ એકબીજા ને પોતાના સાથી બનાવ્યા.
6) સની દેઓલ
બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતા સની દેઓલે વર્ષ 1984 માં NRI છોકરી પૂજા સાથે લગ્ન કર્યા હતા.
7) અક્ષય કુમાર- ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમારે 17 જાન્યુઆરી 2001 ના રોજ સુપરસ્ટાર રાજેશ ખન્ના ની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.
8) સુનીલ શેટ્ટી
આ યાદીમાં સામેલ તમામ સુપરસ્ટાર્સમાં સુનીલ શેટ્ટી ના લગ્ન સૌથી વધુ રસપ્રદ રહ્યા છે. આ અભિનેતાએ 25 ડિસેમ્બર 1991 ના રોજ માના નામ ની યુવતી સાથે લગ્ન કર્યા હતા. વાસ્તવ માં માના લગ્ન પહેલા મુસ્લિમ હતી અને તેનું નામ મોનિશા કાદરી હતું. પરંતુ સુનીલ શેટ્ટી સાથે લગ્ન કરતા પહેલા તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો.
9) બોબી દેઓલ
ધર્મેન્દ્ર ના નાના પુત્ર બોબી દેઓલે તેની ગર્લફ્રેન્ડ તાન્યા આહુજા સાથે 30 મે 1996 ના રોજ લગ્ન કર્યા હતા.
10) જેકી શ્રોફ
જેકી શ્રોફે વર્ષ 1987 માં આયેશા સાથે સાત ફેરા લીધા હતા.