પૂજા ગૌર થી લઈને સંભવના સેઠ અને ઉમર રિયાઝ સુધી, આ 10 સ્પર્ધકો ‘બિગ બોસ OTT 2’ નો ભાગ હશે!

સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ OTT 2’ ટૂંક સમય માં તેની બીજી સીઝન સાથે આવવાનો છે. સલમાન ખાન પહેલા જ તેનું ટીઝર બધા ની સામે લાવી ચૂક્યો છે. હવે કેટલાક સ્પર્ધકો ના નામ સામે આવ્યા છે, જેઓ શોનો ભાગ બની શકે છે. અમે તેની યાદી તમારી સામે લાવ્યા છીએ.

Pooja Gor: Here's what 31-year-old television actress is up to!

રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ તેની થીમ, મનોરંજન અને વિવાદો માટે જાણીતો છે, તે જૂન માં પ્રીમિયર માટે તૈયાર છે. બીજી સિઝન ને સલમાન ખાન હોસ્ટ કરશે. સલમાને ગુરુવારે એક નાનકડા ટીઝર સાથે આ વાતનો ખુલાસો કર્યો હતો. શો ની બીજી સિઝન માં લગભગ 10 સ્પર્ધકો છે અને અત્યાર સુધીમાં શો માટે સૂચવેલા કેટલાક નામો બહાર આવી ચૂક્યા છે. ચાલો તેમને બતાવીએ.

Sambhavna Seth looks beautiful in the latest post | Bhojpuri Movie News - Times of India

ઘણી ફિલ્મો અને ટીવી શોમાં દેખાઈ ચૂકેલી સંભાવના સેઠ બિગ બોસ ઓટીટી માં જોવા મળી શકે છે. સંભાવના તેના નૃત્ય કૌશલ્ય માટે પણ જાણીતી છે. પ્રતિજ્ઞા ફેમ પૂજા ગોર સ્પર્ધક ની યાદી માં છે. પૂજા ઘણા વર્ષો થી એક્ટિંગ ફિલ્ડ માં છે અને ઘણી ફેમસ છે. જોકે તેના નામ ની પુષ્ટિ થઈ નથી. અંજલિ અરોરા એ ‘લોક અપ સિઝન 1’ માં ભાગ લઈને હલચલ મચાવી દીધી હતી. સિઝનના વિજેતા મુનાવર ફારૂકી સાથેના તેના પ્રેમપ્રકરણે બધાનું ધ્યાન ખેંચ્યું.

Bigg Boss 15: Droolworthy photos of Dr Umar Riaz go viral

રિયાલિટી શો ‘લોક અપ’ માં જોવા મળ્યા બાદ પૂનમ પાંડે નું નામ BB OTT 2 માટે ચર્ચા માં છે. યુટ્યુબર, ટિક ટોક ફેમ અને કોરિયોગ્રાફર આવાઝ દરબાર ‘બિગ બોસ ઓટીટી’ ની બીજી સીઝન માં ભાગ લે તેવી અટકળો છે. ઉમર રિયાઝ ‘બિગ બોસ 15’ થી પ્રખ્યાત થયો અને હવે અભિનેતા ‘બિગ બોસ ઓટીટી 2’ નો ભાગ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જો કે તેની તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

Bang Baang is not a brainless action drama: Mr Faisu | Entertainment News,The Indian Express

જિયા શંકર ‘બિગ બોસ ઓટીટી 2’ માં સ્પર્ધક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અભિનેત્રી ‘સુશીલા’ અને ‘મેરી હનિકારક બીવી’ માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. ફૈઝલ ​​શેખ ઉર્ફે મિસ્ટર ફૈઝુ એ ‘ખતરોં કે ખિલાડી 12’ થી રિયાલિટી શો ની સફર શરૂ કરી હતી. તેને અગાઉ ‘બિગ બોસ 16’ ઓફર કરવા માં આવી હતી, પરંતુ અભિનેતા એ ‘KKK 12’ માટે પસંદગી કરી હતી. નવી વિગતો મુજબ, YouTuber અનુરાગ ડોભાલ BB OTTની નવી સીઝન માટે પ્રથમ પુષ્ટિ થયેલ સ્પર્ધક છે.