શાસ્ત્રો અનુસાર શરીર પર તલ નો ભાગ્ય સાથે ઘણો સંબંધ હોય છે. શરીરના અલગ-અલગ ભાગો પર તલ નું અલગ-અલગ મહત્વ હોય છે. શાસ્ત્રો અનુસાર શરીર ના અમુક ભાગો પર તલ હોવું શુભ સંકેત માનવા માં આવે છે. વાસ્તવ માં અમુક તલ જન્મ થી જ હોય છે જ્યારે અમુક ચોક્કસ ઉંમર પછી શરીર પર આવે છે. આજે આ લેખ માં આપણે જાણીશું કે સ્ત્રી ના શરીર ના કયા ભાગ પર તલ હોવું શુભ માનવા માં આવે છે.
ભમર માં તલ
શાસ્ત્રો અનુસાર ભમર ની વચ્ચે તલ હોવું ખૂબ જ શુભ માનવા માં આવે છે. કહેવાય છે કે આવા લોકો ના જીવન માં ક્યારેય પૈસા ની કમી નથી હોતી.
કપાળ પર તલ
કપાળ પર તલ સૌભાગ્ય ની નિશાની માનવા માં આવે છે. કહેવાય છે કે જેમના કપાળ પર તલ હોય છે અને પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કરે છે.
દાઢી પર તલ
શાસ્ત્રો અનુસાર દાઢી પર તલ હોવું પણ શુભ સંકેત માનવા માં આવે છે. આવા લોકો ને ક્યારેય કોઈ વસ્તુ ની કમી હોતી નથી.
ડોક પર તલ
જેની ડોક પર તલ હોય તે ખૂબ જ ધીરજવાન હોય છે. આવા લોકો અત્યંત ધૈર્ય સાથે પોતાના સપના પૂરા કરે છે. આ સિવાય આવા લોકો તેમના પરિવારના સભ્યો માટે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
કમર પર તલ
કમર પર તલ ધનવાન હોવા નો સંકેત આપે છે. આવા લોકો પર ક્યારેય પૈસા ની કમી નથી હોતી અને તેઓ જે પણ ક્ષેત્ર માં હાથ અજમાવે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે.
ખભા પર તલ
શાસ્ત્રો અનુસાર ખભા પર તલ હોવું એ વૈભવી જીવન નો સંકેત આપે છે. વાસ્તવ માં આવા લોકો પોતે તો વૈભવી જીવન જીવે છે, પરંતુ સમાજ માટે ઘણું સારું કામ કરે છે.
જમણા પગ પર તલ
જેમના જમણા પગ પર તલ હોય છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તે શિક્ષણ ક્ષેત્રે મોટું સ્થાન હાંસલ કરે છે અને સમાજમાં પણ ઘણું સન્માન મેળવે છે.