શાહરૂખ થી લઈને સલમાન ખાન અને કેટરિના-વિકી એ આ રીતે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, ફરકાવ્યો સૌથી ઊંચો તિરંગો

77માં સ્વતંત્રતા દિવસ પર આખો દેશ આઝાદી ની ઉજવણી કરી રહ્યો છે. દરેક વ્યક્તિ ખુશી થી સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા પાઠવી રહી છે. અને આપણા બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ નથી. શાહરૂખ થી લઈ ને સલમાન ખાન અને કેટરીના કૈફ સુધી બધા એ તેના ફેન્સ ને અભિનંદન પાઠવ્યા છે.

ભારત 15મી ઓગસ્ટ 2023 ના રોજ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ગર્વ અને આનંદ સાથે ઉજવે છે. આ ખાસ દિવસે, અમે તે મહાન નેતાઓ ને યાદ કરીએ છીએ જેમણે આપણી આઝાદી માટે બહાદુરીપૂર્વક લડત આપી હતી. રાષ્ટ્રધ્વજ ઊંચો ફરકાવવા થી વિવિધતા માં એકતા ની યાદ અપાવે છે. આ દિવસ આપણ ને આપણા રાષ્ટ્ર પ્રત્યે યોગદાન આપવા ની નાગરિક તરીકે ની આપણી જવાબદારી ની યાદ અપાવે છે. આ ખાસ દિવસે બોલિવૂડ સેલિબ્રિટીઓ એ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાન થી લઈ ને કેટરીના કૈફ-વિકી કૌશલ સુધી, ઘણી હસ્તીઓ એ તેમના ચાહકો ને શુભેચ્છા પાઠવી હતી. ચાલો બતાવીએ.

સલમાન ખાન

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર આપણા રાષ્ટ્રધ્વજ સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી અને તેના ચાહકો અને અનુયાયીઓ ને 77માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

કેટરીના કૈફ અને વિકી કૌશલ

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના કૈફે પોતાના પતિ વિકી કૌશલ સાથે ઘરે થી સમુદ્ર તરફ પોઝ આપતી તસવીર શેર કરી છે અને તેમની સામે એક મોટો રાષ્ટ્રધ્વજ જોઈ શકાય છે.

શાહરૂખ ખાન

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાને તેની પત્ની અને બાળકો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતો એક વીડિયો અને તસવીર શેર કરી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપણા રાષ્ટ્રધ્વજ સાથે પોઝ આપતો એક વીડિયો શેર કર્યો છે.

કાર્તિક આર્યન

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યને તેના પાલતુ કૂતરા સાથેનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે’ અને અરિજીત સિંહ નું ગીત દેશ મેરે સાથે જોડ્યુ.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી એ તેના બાળકો અને પરિવાર ના સભ્યો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વીડિયો શેર કરતાં અભિનેત્રી એ હિન્દીમાં લખ્યું, ‘વંદે માતરમ.’