સુરતના ગાંડાકાકાના ફાફડાંઃ ત્રીજી પેઢી જીતી રહ્યું છે મન, NRIમાં હોટ ફેવરીટ

Please log in or register to like posts.
News

ગુજરાતીઓના પ્રિય સુરતના ગાંડાકાકાના ફાફડાં, વિદેશમાં પણ છે હોટ ફેવરીટ

સુરતઃ ફાફડા.. ગાંઠીયા ગુજરાતી પ્રજા માટે અગત્યનો અને પસંદગીનો નાસ્તો બની ગયો છે. જેમાં પણ ખાસ કરીને સુરતી ગાંડાકાકાના ફાફડા સુરત તેમજ ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક મોટા દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં લોકો ગાંડાકાકાના ફાફડા પ્રિઝવ કરીને પણ ખાય છે. લંડન,ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા જેવા મોટા દેશોમાં પણ ગરમા ગરમ ફાફડાનો સ્વાદ માણનારા સવારે કહે છે ફાફડા ખાવા હોય તો સુરતી ગાંડાકાકાના ખાવાની મજા જ કઇ અલગ હોય છે. 1956માં 2 રૂપિયે કિલો ફાફડા વેચનાર ગાંડાકાકાની આજે ત્રીજી પેઢી 300 રૂપિયે કિલોના રોજના 30 કિલોથી વધુ ફાફડા વેચી 75 વર્ષ જુનો દાદાના ફાફડાનો સ્વાદ આપી લોકોનું મન જીતી રહ્યા છે.

1956માં શરૂ કર્યું ફાફડા બનાવવાનું

પ્રકાશભાઇ (પૌત્ર)એ જણાવ્યું હતું કે, તેઓ સૌરાષ્ટ્રના ચલાણાના વતની છે. લગભગ 80 વર્ષ પહેલાં દાદા ગાંડાભાઇ ઘૂસાભાઇ જેઠવા સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. દાદાએ લગભગ 1945ની આજુબાજુના વર્ષમાં સુરતમાં પગ મુકતાની સાથે પ્રથમ લાકડાના બોક્સ બનાવવાની કામગીરીથી લઇ જરીના કારખાનામાં પણ મજુરી કામ કર્યું હતું. જોકે મન નોકરીમાં ન લાગતા આખરે તેમણે ચાની લારી શરૂ કરી હતી. ત્યારબાદ 1956થી સવાર- બપોર- સાંજ નાસ્તાના શોખિન સુરતીઓને ફાફડા ખવડાવાનુ શરૂ કર્યું હતું. બસ પછી ફાફડા સુરતીઓનો પ્રિય નાસ્તો બની ગયો હતો. જેની સાથે તળેલા મરચાં, ચણાના લોટની બનાવેલી જાડી કઢી પીરસાતા સુરતીઓ નાસ્તા બાદ ભોજન અને કોઇ પ્રસંગમાં પણ ફાફડાની વાનગીઓ આજે પણ રાખી રહ્યા છે.

ગાંડાકાકાની ત્રીજી પેઢી દાદાના ફાફડાનો સ્વાદ આપી લોકોનું મન જીતી રહ્યા છે

ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરીકા વસી ગયેલા સુરતીઓ 10-15 કિલો ફાફડા સાથે લઈ જાય છે

ગોવિંદભાઇ (પૌત્ર)એ ઉમેર્યું હતું કે, લગભગ આજે સુરતમાં 1000થી વધુ ફરસાણની દુકાનો પર ફાફડા મળતા હશે પણ લોકો ગાંડાકાકાના ફાફડાની દુકાન શોધીને ફાફડા લઇ જાય છે. તેમજ જતાં જતાં ભરપેટ વખાણ પણ કરતાં જાય છે. ગાંડાકાકાના ફાફડા જેવા ફાફડાનો સ્વાદ આખા સુરતમાં ક્યાંય નહી મળે એમ કહેતા જાય છે. વિદેશથી આવતા NRI પણ સુરત ઉતરતાં જ સવારના નાસ્તામાં ફાફડા ખાવાનું પસંદ કરે છે તે પણ માત્ર ગાંડાકાકાના જ ફાફડા. જેમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરીકા વસી ગયેલા સુરતીઓ તો પરત ફરતા ફરતા 10-15 કિલો ફાફડા સાથે લઇ જઇ મહિનાઓ સુધી તેની મજા માણે છે. આજે ત્રીજી પેઢી આ વ્યવસાયમાં છે. પણ 40-45 વર્ષ જુના ગ્રાહકો તેમની રોજગારી છે. દાદાની જેમ તેઓ પણ ક્વોલિટી, સાફ-સફાઇની તકેદારી રાખીએ છીએ.

1956માં શરૂ કર્યું ફાફડા બનાવવાનું

ફાફડામાં બેસન, મીંઠુ, પાણી અને અજમો

ગોવિંદભાઇ વઘુમાં કહ્યું હતું કે, સુરતમાં મોટેભાગે ફાફડા બનાવવામાં બેસન, મીંઠુ, પાણી અને અજમો નંખાતો હોય છે. પણ તેને બનાવવાની રીત અનોખી હોય છે. જેની સાથે ગાજરનું ખમણનો સંભારો, કોબી મરચાનો સંભારો સાથે તળેલા મરચાં પસંદ કરવામાં આવતા હોય છે. જ્યારે ગુજરાતમાં જીણી મરચી, તેમજ ક્ફ્ત ચણાના લોટની બનાવેલી જાડી કઢી પીરસવામાં આવતી હોય છે, કોઈ કોઈ જગ્યાએ પપૈયાનું ખારીયું-સંભારો પણ આપવામાં આવતો હોય છે. ચણાના લોટની કઢી હળદર, મીઠું, લીમડાના પાન (કરી પતા) લીલા મરચાં સાથે આખા ધાણા નો વઘાર કરી બનાવવામાં આવતી હોય છે.

300 રૂપિયે કિલોના રોજના 30 કિલોથી વધુ ફાફડા વેચે છે


75 વર્ષ જુનો દાદાના ફાફડાનો સ્વાદ આપી લોકોનું મન જીતી રહ્યા છે


સુરતીઓ નાસ્તા બાદ ભોજન અને કોઇ પ્રસંગમાં પણ ફાફડાની વાનગીઓ આજે પણ રાખી રહ્યા છે


ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરીકા વસી ગયેલા સુરતીઓ 10-15 કિલો ફાફડા સાથે લઈ જાય છે

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.