તસ્વીરોમાં જુઓ શ્રીજી ગણેશના વિવિધ સ્વરૂપો

Please log in or register to like posts.
News

દેવોમાં સૌથી પહેલા જેનુ પૂજન થાય છે તેવા દેવ ગણપતિ આજે આપણા બધાના ઘરે બિરાજમાન છે. આમ તો આ ગણેશ ચતુર્થી તહેવાન મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે, પણ આજે તેની ઉજવણી ભારત ભરમાં કરવામાં આવે છે. દર વર્ષે ગણપતિ દાદાએ આપણે આપણા ઘરે આવકારીએ છીએ. જેથી કરીને આપણા ઘરની નકારાત્મક ઊર્જા, સકારાત્મકતામાં બદલાઇ જાય. નાના મોટા તમામ લોકો આ પર્વેને હવે ભારતભરમાં ધામધૂમથી ઉજવે છે. ત્યારે આજે અમે તમને ભારતની ચાર અલગ અલગ જગ્યાના ગણપતિના દર્શન કરાવીશું. જેમાંથી કેટલાક ગણપતિનો શૃંગાર અલગ રીતે કરવામાં આવ્યો છે તો કોઇનું રૂપ અનોખું છે. જુઓ તસવીરો…

ચેન્નઈનામાં મકાઇના ગણેશ

ચેન્નઈનામાં મકાઇના ગણેશ

ગણેશ ચતુર્થીની ઉજવણી ભારત ભરમાં થાય છે જેમાથી ચન્નઈ પણ બાકાત રહ્યુ નથી. આ વર્ષે ગણેશ ચતુર્થી માટે ખાસ પ્રકારના ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ મોટા ગણેશ બનાવવામાં ધાન્ય અને મકાઈનો ઉપયોગ કરવામાં લાગે છે. આસ્થાની સાથે કલાનુ અજોડ પ્રતિક અહીં જોવા મળે છે

કોલકત્તાના ગણેશ

કોલકત્તાના ગણેશ

કોલકત્તામાં જોવા મળતા ગણેશના શણગારમાં માં દુર્ગાની મૂર્તીન જોવા શણગાર કરવામાં આવ્યો હતો. સોનેરી રંગના આસન પર બિરાજેલા ભવ્ય ગણપતિની મૂર્તિને જોવા અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. જે તેમનું આ મોહક સ્વરૂપ જોઇને ધન્યતા અનુભવે છે.

 

શિવાજી અને ગણેશ

શિવાજી અને ગણેશ

આપણી ફિલ્મોની અસર આપણા તહેવારોમાં જોવા મળે છે. તેવી જ એક અસર ભોપલમાં જોવા મળી. આ વર્ષે ભોપાલમાં છત્રપતિ શિવાજી ગણેશને પોતાના ખંભા પર બાહુબલી સ્ટાઇમાં બેસાડીને લઈ જઈ રહ્યા હોય તેવી મૂર્તિ બનાવવામાં આવી છે. આ મુર્તિમાં ભોપાલમાં મહારાષ્ટ્ર આવી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.

 

ગણેશજી સેના આગળ વધો

ગણેશજી સેના આગળ વધો

ધીરે ધીરે આપણા પાર્ટીઓ અને તહેવારો પણ એક થીમની સ્ટાઈ બનતી જાય છે. ગણેશ ચતુર્થીમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. બેંગ્લોરમાં ગણેશ ચતુર્થીના દિવસે એક મૂર્તિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માટીની મૂર્તિને સાફ કરી રહેલો જોવા મળે છે. તો સાથે જ ગણેશ અને તેમના મુષકો સેનાની પોશાકમાં ઊભા છે.

 

લાલ બાગના રાજા

લાલ બાગના રાજા

ગણેશ ચતુર્થીની વાત કરવામાં આવે અને તેમાં મુંબઈના રાજાને કેવી રીતે ભૂલી જવાય. મુંબઈમાં સ્થિત શ્રી ગણેશનું પ્રખ્યાત મંદિર એટલે લાલબાદના રાજા ગણેશની વિશાળકાય ગજાનંદની મુર્તિ અને તેનુ મોહક રૂપ ભક્તોને મોહિત કરી દે છે. મહારાષ્ટ્રની શાન ગણાતા લાલ બાગના રાજાને નમન.

 

Source: OneIndia

Advertisements

Comments

comments