ગરીબી દૂર કરનાર મહાલક્ષ્મી વ્રત અને પૂજન વિધિ

Please log in or register to like posts.
Article

પૂજન વિધિ- શાસ્ત્રમુજબ મહાલક્ષ્મી વ્રત 16 દિવસો સુધી હાથી પર વિરાજિત લક્ષ્મીની સ્થાપના પ્રદોષમાં કરવી. આ વ્રત ભાદરવા શુકલ અષ્ટમીથી શરૂ થશે અને તેનો સમાપન આશ્વિન કૃષ્ણ અષ્ટમીના દિવસે થશે. રાધાઅષ્ટમીથી કાલાષ્ટમી સુધી ચાલતું ગજલક્ષ્મી મહાપર્વ સૂર્યથી સંબંધિત છે.

પૂજન વિધિ- બાજોટ પર લાલ વસ્ત્ર પથારીને તેના પર પાણીથી ભરેલ કળશને પાનના પત્તાથી સજાવીને મંદિરમાં મૂકો અને તેના પર શ્રીફળ મૂકો.
કળશની બાજુમાં હળદરથી કમળ બનાવો અને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિનું સ્થાપન કરો. બજારમાંથી માટીના હાથી લાવવાનું ભૂલતા નહીં. સાથો સાથ તેને

સોનાના ઘરેણાંથી પણ સજાવો. જો તમે હાથી પર નવું સોનું ખરીદીને રાખી શકો તો તેનો ખાસ લાભ મળે છે.

શ્રીયંત્ર વગર માતા લક્ષ્મીની પૂજા અધૂરી રહે છે. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્રને રાખી કમળના ફૂલથી તેની પણ પૂજા કરો.

ફળ અની મીઠાઇ અર્પણ કરવાની સાથો સાથ સોના-ચાંદી પણ ચઢાવો અને ત્યારબાદ માતા લક્ષ્મીના 8 રૂપોની મંત્રોની સાથે કુમકુમ, ચોખા, અને ફૂલ ચઢાવતા પૂજા કરો.

Source: Webdunia

 

Comments

comments