હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
હવામાન આગાહી: ગુજરાતના વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ પણ વરસાદ અધવચ્ચે અટકી ગયો છે. ગુજરાતમાં હજુ સુધી ચોમાસાની પૂર્ણ શરૂઆત થઈ નથી. આ સ્થિતિમાં લોકોના મનમાં એક જ પ્રશ્ન છે – આખરે વરસાદ ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ હવે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આપ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલે માત્ર એક-બે દિવસ નહીં, પરંતુ આગામી સપ્તાહના સાતે સાત દિવસની વિસ્તૃત વરસાદની આગાહી આપી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે 23 જૂન પછી ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ પછી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે.
ખેડૂતો માટે સારા સમાચાર:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે આશાસ્પદ છે. તેમણે જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પવનની ગતિ એટલી તેજ હશે કે કાચા મકાનોના છાપરા ઉડી શકે છે. 21થી 25 જૂન દરમિયાન રાજ્યભરમાં સર્વત્ર વરસાદ જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2થી 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની 12 જિલ્લામાં વરસાદની આગાહી:
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આજે વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે. બે દિવસ સુધી માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
હવામાન વિભાગે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાहી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અનુભવ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતુ આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક રાહતના સમાચાર આવ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
જાણો આગામી સાત દિવસની આગાહી:
ગુજરાતમાં વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.
21 જૂનની વરસાદની આગાહી:
અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
22 જૂનની વરસાદની આગાહી:
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
23 જૂનની વરસાદની આગાહી:
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
24, 25, 26 જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:
31 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું હતું પરંતુ સમયાંતરે તે નબળું પડતાં લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો છે. જોકે હવે ધીમે-ધીમે દેશના અનેક ભાગોમાં ચોમાસું પ્રવેશી ગયું છે. આશા રાખીએ કે આ વખતે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોની તમામ મુશ્કેલીઓ દૂર થાય.
27 જૂન માટે વરસાદની આગાહી:
27 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ દિવસે પણ ભારે વરસાદ વરસી શકે છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોને રાહત આપતી આગાહી કરી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

