‘ચૂંટણી’ ગિફ્ટ – ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં 3 રૂ. સુધી ભાવ ઘટાડો

Please log in or register to like posts.
News

કેન્દ્રમાંથી રાજ્ય સરકારોને ભાવોમાં ઘટાડો કરવા વેટ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો રહ્યા છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા સત્તારૂઢ સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ભાજપ શાસિત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટનથી લઈને ખાતમુહૂર્તો કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જેમાં પેટ્રોલમાં રૂ. 2.92 અને ડીઝલ રૂ. 2.72નો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રી ઓફિસે જાહેરાત કરાઈ

આજે મુખ્યમંત્રી ઓફિસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની અપીલને લઈને રાજ્યમાં બંને પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા 28.96% વેટ પર 4 ટકાનો ઘટાડો કરીને 67.53 પેટ્રોલનો અને 60.77 ડીઝલનો ભાવ જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર નવો ભાવ આજ રાતથી(મંગળવાર) અમલી બનશે. વેટમાં ઘટાડાને કારણે સરકારની આવકમાં રૂ. 2316 કરોડનો ઘટાડો થશે.
[widgets_on_pages id=”1″]
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું નાગરિકોને લાભ થશે, રાહુલને જીએસટીનું મર્યાદિત જ્ઞાન, તેઓ પોતે પણ જીએસટીના નિર્ણયમાં સામેલ

રાહુલ અંગે કંઈ નથી કહેવુંઃ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પેટ્રોલ અને ડીઝલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવ ઘટાડો જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે, ભાવ ઘટાડાથી નાગરિકોને લાભ થશે અને સરકાર તરફથી દીવાળીની ભેટ છે. પહેલા વેટ 24% હતો જે ઘટીને હવે 20% થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જેણે કેન્દ્રની અપીલ પર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાહુલની ગુજરાત મુલાકાત અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, તેમના અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપવી. કેમ કે તેમને જીએસટીનું મર્યાદિત જ્ઞાન છે. કાઉન્સિલ જીએસટીમાં ફેરફાર કરી શકે છે નહીં કે પાર્ટી કે વ્યક્તિ. રાહુલ ભલે અહીં કંઈ પણ કહે પરંતુ તેમના મંત્રીઓ પંજાબ, કર્ણાટક અને અન્ય વિરોધી મંત્રીઓ બધા જ જીએસટીના નિર્ણયમાં સામેલ છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું રાહુલને જીએસટીનું મર્યાદિત જ્ઞાન

[widgets_on_pages id=”1″]

લોકોને ખુશ કરવાના પ્રયાસ

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર ગુજરાતમાં 28.96 ટકા વેટ લાગુ કરવામાં આવેલો હતો. જેમાં મામૂલી ઘટાડો કરીને સરકાર બેથી 3 રૂપિયા સુધી ભાવઘટાડો કરીને લોકોને ખુશ કરવા પ્રયાસ કર્યો હતો. સરકાર વિકાસ મુદ્દે લોકોમાં હાંસીને પાત્ર બની છે અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ વિકાસને લઈને સરકાર પર ચાબખાં મારી રહી છે. ત્યારે સરકાર પ્રતિ લીટરે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા ઘટાડો કરીને પ્રજાને મનાવવા પ્રયાસ કર્યો હતો.
Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.