રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ, મેરેજ આલ્બમમાં જુઓ આવો હતો રજવાડી ઠાઠ

Please log in or register to like posts.
News

17 એપ્રિલ 2016ના રોજ રાજકોટની સિઝન્સ હોટલમાં થયા હતા લગ્ન, નીકળ્યું હતું શાહી ફૂલેકુ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ થયો હતો. રવિન્દ્ર જાડેજાના લગ્ન રાજકોટના હરદેવસિંહ સોલંકીની પુત્રી રીવાબા સાથે 17 એપ્રિલ 2016ના રોજ થયા હતા. ત્યારે લગ્નમાં રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. મંડપવિધિથી લઇ રિસેપ્શન સુધી રજવાડી ઠાઠ જ જોવા મળ્યો હતો. જાડેજા અને રીવાબાના લગ્નનો આલ્બમ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

17 એપ્રિલ 2016ના રોજ યોજાયા હતા લગ્ન

રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાયા હતા. જેમાં 10 વાગે રવિન્દ્ર જાડેજાનું રજવાડી ઠાઠ સાથે ફૂલેકું નિકળ્યું હતું. ફૂલેકામાં હવામાં ફાયરિંગ પણ થયાં હતાં. તેમજ રવિન્દ્રની બંને બહેનો સહિત જાનૈયાઓએ બેન્ડવાજાના તાલ સાથે ડાન્સ કર્યો હતો. બાદમાં રીવાબાનું સામૈયું કરવામાં આવ્યું હતું અને રવિન્દ્ર અને રીવાબા લગ્નમંડપમાં પહોંચ્યા હતા.

લગ્ન પહેલા થઈ હતી વેલ વિધિ

રવિન્દ્રના લગ્ન થયા એ પહેલા 16મી એપ્રિલે રવિન્દ્રની વેલે પ્રસ્થાન કર્યું હતું. પાંચ વડીલો સાથે ગયેલી વેલને વધાવવામાં આવી હતી. વેલ એક ક્ષત્રિય પરંપરા છે. મહેમાનોને ભોજન કરાવીને બપોર રીવાબાને વળાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ રીવાબાને હોટેલ સિઝન્સ ખાતે નણંદ નયનાબાએ પોંખી સ્વાગત કર્યું હતું.

જય આશાપુરાના નાદ સાથે લગ્નવિધિ કરવામાં આવી હતી

લગ્નવિધિ મા આશાપુરાના નાદ સાથે શરૂ કરવામાં આવી હતી. બાદમાં હસ્તમેળાપ અને મંગલફેરા યોજાયા હતા. જેમાં જવતલ હોમવાની વિધિ પણ કરવામાં આવી હતી. લગ્નવિધિ પૂરી થયા બાદ નવદંપતીએ વડીલોના આશીર્વાદ લીધા હતા.

17 એપ્રિલ 2016ના રોજ રાત્રે જાડેજાનું રિસેપ્શન

17 એપ્રિલ 2016ના રોજ સાંજે જ રવિન્દ્ર જાડેજાનું સિઝન્સ હોટેલ ખાતે રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાત લાયન્સ ટીમના ખેલાડીઓ સાફો બાંધી પહોંચ્યા હતા. તેમજ રાજકીય નેતાઓ તથા અનેક નામી હસ્તીઓ પણ આવી હતી.

18 એપ્રિલે રવિન્દ્રના ગામ હાટાડોટામાં મા આશાપુરાના મંદિરે છેડાછેડી છોડવામાં આવી હતી.

લગ્નના બીજા દિવસે ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામમાં આવેલા મા આશાપુરાના મંદિરે રવિન્દ્ર અને રીવાબા છેડાછેડી છોડાવવા પહોંચ્યા હતા. તેમજ ગ્રામજનો માટે ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો.

18મીએ રાત્રે રીવાબાનું રિસેપ્શન

18 એપ્રિલના રાત્રે રીવાબાના પપ્પા હરદેવસિંહ સોલંકી તરફથી સિઝન્સ હોટેલ ખાતે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં રશિયન લેડીઝ મ્યુઝીકલ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મંડપમુહૂર્ત વિધિ વખતે જાડેજા

મંડપમુહૂર્ત વિધિ વખતે રીવાબા

પીઠી ચોળવાની વિધિ

વેલ વિધિ

રીવાબાને વિદાય

રીવાબાના પોંખણા

સામૈયા વખતે રવિન્દ્ર જાડેજાનો અંદાજ

ફૂલેકામાં રવિન્દ્ર જાડેજાનો અંદાજ

બહેને કર્યો હતો ડાન્સ

બહેનો મન ભરીને ઝુમી ઉઠી હતી

ફૂલેકામાં થયા હતા ફાયરિંગ

સામૈયું

લગ્નવિધિ વખતે જાડેજા અને રીવાબા હળવા મૂડમાં જોવા મળ્યા હતા

જવતલ વિધી

છેડાછેડી છોડવા પોતાના ગામમાં ગયા હતા

જાડેજા પરિવાર તરફથી રિસેપ્શન યોજાયું હતું

રીવાબાના પરિવાર તરફથી રિસેપ્શન યોજાયું હતું

જાડેજા, રીવાબા અને જાડેજાની બન્ને બહેનો

રિસેપ્શનમાં ક્રિકેટરો હાજર રહ્યા હતા

સ્ત્રોત: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.