જાણો, તમારું નાક શું કહે છે, તમારી પર્સાનાલિટી વિશે?

Please log in or register to like posts.
News

જ્યોતિષમાં શરીરના લક્ષણોને જોઇને વ્યક્તિત્વ અને ભવિષ્ય જણાવવાની વિધીને સામુદ્વિક વિદ્યા કહે છે. આ જ્યોતિષનુ અભિન્ન અંગ છે. સામુદ્વિક વિદ્યા અનુસાર મનુષ્યના માથાથી લઈને પગ સુધીના દરેક અંગના પોતાના કેટલાક લક્ષણ હોય છે, તેની બનાવટ, આકાર અને રંગ આપણા વ્યક્તિત્વના રહસ્ય પર પ્રકાશ પાડે છે, સાથે જ ભવિષ્ય પણ જણાવે છે.

કોઈપણ વયક્તિના ચહેરાને જોઈને આ સરળતાથી જણાવી શકાય છે કે તે વ્યવહાર, આચાર-વિચાર અને કાર્યક્ષેત્રમાં કેવો હશે. એવી જ રીતે નાક આપણા શરીરનું મુખ્ય અંગ છે.

તેને જોઇને તે વ્યક્તિના વ્યવહાર અને વ્યક્તિત્વના વિશે આપણે ઘણું બધુ જાણી શકીએ છીએ. જેમકે ઘણાનુ નાક નાનું હોય છે તો કોઇનું લાંબુ એમને એમ કોઈનું નાક તો પોપટની જેમ હોય છે. જેમ આ નાકના આકાર અલગ છે એવી જ રીતે નાકના વ્યક્તિના વ્યવહાર પણ અલગ હોય છે. આવો જાણીએ કેટલાક આવા જ નાક વિશે.

મોટું નાક

મોટું નાક

જે લોકોનું નાક ખૂબ મોટુ હોય છે તે ભાગ્યશાળી હોય છે અને જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવે છે. આવા લોકોને હુકુમ ચલાવવાની આદત હોય છે, સાથે જ તેમની અંદર સત્તાને મેળવવાની ઈચ્છા પણ હોય છે. જેના કારણે આગળ જઈને તેમનામાં અહંકાર આવી જાય છે.

નાનું નાક

નાનું નાક

જે લોકોનુ નાક નાનું હોય છે તે ખૂબ ખુશમિઝાઝ અને મિલનસાર હોય છે પરંતુ તેમનો ગુસ્સો ખૂબ ખરાબ હોય છે.

લાંબુ નાક

લાંબુ નાક

જેમનું નાક લાંબુ હોય છે. આવા લોકો વ્યાપાર કરવામાં ઘણા સારા હોય છે. તે ઘણા આકાંક્ષાવાદી અને સહજ સ્વભાવના હોય છે. આ બધાના કારણે લોકો તેમના તરફ સકારાત્મક વિચાર રાખે છે.

સીધું નાક

સીધું નાક

જેમનું નાક સીધું હોય છે તે ખૂબ પ્રેરણાપ્રદ વ્યક્તિ હોય છે. આ રીતના લોકો ખરાબ સમયમાં ખૂબ કામમાં આવે છે. આ જ નહી આવા લોકો સંકટના સમયમાં ઘભરાતા નથી અને તાર્કિક વિચાર ધરાવે છે.

વાઈડ નોઝ

વાઈડ નોઝ

આ રીતના નાકના લોકો મજબૂત વ્યક્તિત્વના હોય છે પરંતુ અનિશ્ચિત સ્વભાવના. આવા લોકો ખૂબ જ સામાન્ય હોય છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નથી. બીજા લોકો તેમનાથી ખૂબ જલ્દી પ્રભાવિત થઈ જાય છે.

ન્યૂબિયન નોઝ

ન્યૂબિયન નોઝ

આ રીતના નાકના લોકોમાં વસ્તુઓને જોવાનો નવો દષ્ટિકોણ હોય છે. તે ઘણા જિજ્ઞાસુ અને ખુલ્લા મગજના હોય છે. તે લોકો ઘણા આકર્ષક, અર્થપુર્ણ અને ભાવનાઓથી અભિભૂત હોય છે.

ફ્લેસી નોઝ

ફ્લેસી નોઝ

આ નાકના લોકો ઝડપી વિચારે છે અને ઝડપી કામ કરે છે. આ લોકો ચાલક હોય છે અને ઝડપી પ્રતિક્રિયા કરે છે.

ઉપસેલું નાક

ઉપસેલું નાક

આવા નાકવાળા લોકો ખૂબ જ સકારાત્મક અને દયાળુ હોય છે આ નાકવાળા લોકો ખૂબ પ્રેમ કરનાર અને લોકોની મદદ કરનાર હોય છે.

રોમન નાક

રોમન નાક

આ નાકના લોકો ખૂબ મહત્વકાંક્ષી અને પ્રખર બુદ્ધિના હોય છે. તે ખૂબ સારા નેતા બને છે. આ ખૂબ ઝડપીથી કોઈ નિર્ણય લેતા નથી અને વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું પસંદ કરે છે.

 

Source: Boldsky

Advertisements

Comments

comments