ભારતના આ 10 ખતરનાક ‘ભૂતિયા’ હાઇવે, તમે અહીંથી પસાર થતા રાખજો ધ્યાન

Please log in or register to like posts.
News

ઘણી બધી સીરિયલ અને ફિલ્મોમાં સુમસાન રસ્તાઓ જોવા મળતા હોય છે. અહીંથી પસાર થવું લોકોને હંમેશા ખતરનાક હોય છે. કેટલીય ભટકતી આત્માઓ તેને શિકાર બનાવી લે છે. પરંતુ આ બધું તો માત્ર વાર્તા અને મનોરંજનથી ભરપૂર હોય છે. પરંતુ અમે તમને જે વાત કરવા જઇ રહ્યા છીએ ત્યાં કાલ્પનિક નહીં પરંતુ એક ખતરનાક સત્ય છે. આ સત્ય તમને ડરાવી શકે છે. જે લોકોને ડ્રાઇવિંગનો શોખ છે તેઓને હાઇવે પર ગાડી ચલાવી ખૂબ જ ગમે છે. હા થોડું ખતરનાક હોય છે પરંતુ જ્યારે કાર હવા સાથે વાતો કરે છે તો આ મજા જ કંઇક અલગ છે. પરંતુ હાઇવેની સફર પણ એટલી મજેદાર નથી હોતી, કારણ કે કેટલાંક એવા હાઇવે પણ છે જ્યાં ભટકતી આત્મા હોય છે. તો આવો અમે તમને ભારતના 10 એવા ભૂતિયા હાઇવે અંગે જણાવી જ્યાંથી સુરક્ષિત પસાર થવું ડેન્જર હોય છે. આ અંગે માનવું કે ના મનવું એ તમામ લોકોનું વ્યક્તિગત મંતવ્ય છે.

1. સ્ટેટ હાઇવે 49:

પશ્ચિમબંગાળથી તામિલનાડુને જોડતા હાઇવે ઇસ્ટ કોસ્ટ રોડ એટલે કે ઇસીઆરના નામથી ઓળખાય છે. ડબલ ટ્રેક હાઇવે અંગે એવું માનવામાં આવે છે કે આ રસ્તો ચેન્નાઇ અને પુડ્ડુચેરીની વચ્ચે હૉટડે થઇ જાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થનારા લોકોનું કહેવું છે કે અહીં સફેદ સાડી પહેરીને એક સ્ત્રી જોવા મળે છે. તેને જોતા જ ડ્રાઇવરનું ધ્યાન ભટકી જાય છે. તેના લીધે આ હાઇવે પર અકસ્માતો પણ થાય છે, તાપમાન અચાનકથી જ ઘટવા લાગે છે અને એવું લાગે છેકે જાણે રસ્તો ઘટતો જાય છે. જ્યારે આ સ્ત્રી સામે આવી જાય છે ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય છે.

2. દિલ્હી કેંટ રોડ:

આ રસ્તા પર પણ એક સ્ત્રી જોવા મળે છે તેવું કહેવાય છે. આ રસ્તો દિલ્હી અને ગુડગાંવની વચ્ચે અવર-જવર કરનારાઓ માટે ખાસ છે. ઘણા લોકોએ કહ્યું છે કે રાતના સમયે એક સ્ત્રી તેમના વાહનની સાથે-સાથે ભાગે છે.

3. રાંચી-જમશેદપુર હાઇવે 33:

આ દેશનો એકમાત્ર એવો હાઇવે છે. જ્યાં થનાર અકસ્માત ખૂબ જ અસ્વાભાવિક છે. એ કહેવું ખોટું નથી કે અહીંની નકારાત્મક શક્તિઓના લીધે જ આ હાઇવે પર અકસ્માતો થાય છે. આ હાઇવેના બંને ખૂણા પર મંદિર આવેલ છે અને એવી માન્યતા છે કે જે વ્યક્તિ અહીંથી પૂજા કર્યા વગર નીકળે છે તેને રસ્તામાં ભૂતની પરેશાની ઝીલવી પડે છે.

4. માર્વે-મડ આઇલેન્ડ રોડ:

મુંબઇનો મડ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે, પરંતુ અહીં સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ ડરામણો છે. અહીંથી પસાર થનાર લોકોનું કહેવું છે કે અહીં પાનેતર પહેરેલ એક સ્ત્રીનો આત્મા દેખાય છે. તે ગાડી ચલાવતા લોકોને રોકવાની કોશિષ કરે છે, પરંતુ થોભવું ખૂબ જ ભારે પડી શકે છે.

5. કસારા ઘાટ (મુંબઇ-નાસિક હાઇવે):

મુંબઇ-નાસિક હાઇવે ખૂબ જ ડરામણી જગ્યા છે કારણ કે અહીં નકારાત્મક શક્તિઓનો અનુભવ થવા જેવી ઘણીબધી ઘટનાઓ સામે આવે છે. કેટલાંક લોકોને મહિલાનું કપાયેલું માથું અને ધડ જોવા મળે છે કયારેક કોઇને ઝાડ પર બેઠેલ વૃદ્ધ દેખાય છે. આ રસ્તો બંને બાજુથી ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ હોય છે. તેના લીધે તે વધુ ડરામણું લાગે છે.

6. કશેદી ઘાટ (મુંબઇ-ગોવા હાઇવે):

ટ્રક પલટી જવી, ગાડીઓ અથડાવી અને આ અકસ્માતમાં લોકોના મોત થવા…આ હાઇવેની ખાસિયત છે. જે લોકો આ દુર્ઘટનાઓથી બચી જાય છે તેમનું કહેવું છે કે અચાનક જ તેમની ગાડીની આગળ કોઇ વ્યક્તિ આવી જાય છે તેના લીધે બેલેન્સ બગડે છે અને અકસ્માત સર્જાય છે.

7. સત્યમંગલમ વાઇડલાઇફ સેન્ચુરી કોરીડોર:

આ ફોરેસ્ટ રિઝર્વ માર્ગ છે, તેનો સંબંધ ચંદનની તસ્કરી કરનાર વિરપ્પન સાથે જોડાયેલ છે. વિરપ્પનના મોત બાદ આજે પણ લોકો અહીંથી આવતા-જતા ડરે છે. તેમને આ જગ્યા પરથી મોટા અવાજે કોઇની બૂમો પાડવાનો અવાજ વગેરે સંભળાય છે.

8. બ્લુ ક્રોસ રોડ:

આ ચેન્નાઇનો એક હૉટેડ રોડ છે, અહીં પહોંચીને લોકો આત્મહત્યા કરી લે છે. આ જગ્યા પર સૌથી વધુ આત્મહત્યાની ઘટનાઓ બને છે. પ્રત્યક્ષજોનારાઓનું કહેવું છે કે અહીં અંધારૂં થયા બાદ અહીં સફેદ આકૃતિ દેખાય છે.

9. બેસેંટ એવન્યુ રોડ:

દિવસે ચેન્નાઇનો સૌથી ભીડવાળા રસ્તો છે પરંતુ દિવસ ઢળતા જ આ ખૂબ જ સૂમસાન અને ખતરનાક રસ્તો બની જાય છે. અહીંથી પસાર થતાં લોકોનું કહેવું છેકે કોઇએ તેમને લાફો માર્યો છેસ પરંતુ કોને? તેનો જવાબ કોઇની પાસે નથી.

10. દિલ્હી-જયપુર હાઇવે:

દિલ્હીથી જયપુર જતા સમયે વચ્ચે ભાનગઢ પડે છે. અહીંથી પસાર થતાં સમયે ખૂબ જ ડરામણો અનુભવ થાય છે. કોશિષ કરવી જોઇએ કે આ રસ્તો તમે દિવસના અજવાળામાં જ પસાર કરી લો.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.