ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી રહ્યો છે ભારતીય ખાટલો, કિંમત જાણશો તો હોશ ઉડી જશે

Please log in or register to like posts.
News

વિદેશમાં ભારતનો દેશી ખાટલો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આજકાલ ભારતીય ખાટલા સાથે જોડાયેલ એક જાહેરાત ઘણી વાયરલ થઇ રહી છે.

આ જાહેરાતની ખાસ વાત એ છે કે, તેમાં ભારતીય ખાટલાની કિંમત 990 ડૉલર રાખવામાં આવી છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પારંપારિક ભારતીય ખાટલો ઘણો આરામદાયક છે. જે કારીગરે પણ આ ખાટલો બનાવ્યો હશે, તેણે પણ સપનામાં નહીં વિચાર્યું હોય કે એક દિવસ વિદેશમાં આ ખાટલો ધૂમ મચાવશે.

[widgets_on_pages id=”1″]

આ જાહેરાતમાં ગ્રાહકોની માંગ અનુસાર, ખાટલાની લંબાઇ અને પહોળાઇ નક્કી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જાહેરાતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખાટલો મજબૂત મોર્ટિઝ અને ટેનન જોઇન્ટ્સની સાથે સુંદર મૈપલ લાકડીથી બનેલો છે. જાહેરાત અનુસાર, આ ખાટલો મનીલા દોરીનો ઉપયોગ કરીને હાથથી બનાવેલો છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ખાટલો 100 ટકા ઓસ્ટ્રેલિયામાં બનેલો છે. જો કે, હાલ તો આ જાહેરાતને લઇને લોકો ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

તો બીજીતરફ આ જાહેરાત ટિવિટર પર મજાકનું કેન્દ્ર બની છે. અમુક લોકોએ આ ભારતીય ખાટલાને લઇને ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા પણ મજાકિયા અંદાજમાં કરી હતી.

[widgets_on_pages id=”1″]

Source: GSTV

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.