ભોળો બાળક

Please log in or register to like posts.
News

પાંચ વરસ નો બાળક …. ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો …

મુન્નો : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….એક મારા માટે રસોઈ બનાવશે ..એક મને વાર્તા વાંચી સંભળાવસે ….એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે .. એક મને નવડાવશે………..

મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે મારે તારી સાથે રાત્રે સુવા ની જરૂર નથી બરાબર …

મુન્નો : (થોડું ગંભીરતા પૂર્વક વિચારીને) : નાં હો ઈ વાત ખોટી છે…હું તો તારી સાથેજ સુવાનો …

મમ્મી ની આંખો હર્ષ ના આંશુ થી છલકાઈ ગઈ ….મારુ બબુલું , મારું બ્ચુલીયું કહીને માં આનંદ થી ભેટી પડી …

મમ્મી : ઓહો તો પછી પેલી સાત રાણીઓ કોની પાસે સુવે ?

મુન્નો : ઈ બધી ભલે પપ્પા સાથે ….સુવે …. આ સાંભળીને પપ્પા ની આંખો માં પણ ખુશી નાં આંશુ છલકાઈ આવ્યા …. અને મનમા જ બોલ્યા, વાહ મારુ ગલુડિયૂ….!!!

Comments

comments