“જામનગરનો ઘુટો” જાતે ઘરે બનાવો, તો રાહ કોની છે, આ રહી રેસીપી આજે બનાવીને લો સ્વાદ

Please log in or register to like posts.
News

હાલારમાં શિયાળાની ઋતુમાં ટાઢનો માહોલ ધીમે ધીમે જામી રહયો છે ત્યારે ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર ઘુટાઓના જમણ શરૂ થયા છે.

લગભગ બત્રીસ જાતના શાકભાજી-ફળોને ઘુટયા બાદ સ્વાદષ્ટિ ઘુટો બને છે અને આ ગરમા ગરમ ઘુટો રોટલા, બ્રેડ, કાચુ સલાડ, પાપડ, માખણ, છાશ કે ધોરવુ સાથે આરોગનારા લાંબો સમય સુધી ઘુટાના સ્વાદને અચુક યાદ કરે છે.

સામગ્રી

 

 • 1 વાટકી લીલા વટાણા
 • 1/4 કપ ફોતરાવાળી મગદાળ
 • 1/4 કપ ચણાની દાળ
 • 1 વાટકી તુવેર
 • 1 વાટકી ગુવાર
 • 1 વાટકી દુધી
 • 1 વાટકી રીંગણા
 • 1 વાટકી લીલી ચોળી
 • 1 વાટકી વાલોળ પાપડી
 • 1 વાટકી ગાજર
 • 1 વાટકી સુધારેલી પાલક
 • 1 વાટકી મેથી
 • 1 વાટકી કોબી
 • 1 વાટકી કાકડી
 • 1/2 વાટકી ફુલાવર
 • 1 વાટકી ટમેટા
 • 1/2 વાટકી બટેટા
 • 1/2 વાટકી ડુંગળી
 • 1/2 વાટકી લીલું લસણ
 • 1/4 કપ લીલી હળદર
 • 1.5 ઇંચ આદુ
 • 1/2 વાટકી શક્કરીયા
 • 1/3 લીલા તીખા મરચા
 • વઘાર
 • 1 ચમચો તેલ
 • મીઠું
 • 3 મોટા ગ્લાસ પાણી
 • 1/3 ઝીણા સમારેલા ટમેટા
 • 1 ચમચી જીરું
 • 1/3 ઝીણી સમારેલ ડુંગળી
 • 1 વાટકી લીલા ચણા

 

બનાવવાની રીત :

સૌ પહેલા મગ અને ચણાની દાળ 4 થી 5 કલાક પલાળી રાખો.

ત્યાર પછી બધા શાકભાજી ધોઈને સુધારી લેવા, ત્યાર પછી કુકરમાં બધા શાકભાજી અને બન્ને પલાળેલ દાળ, તેમાં મીઠું નાખીને 3 થી 4 સીટી વગાડી લેવી.

ત્યાર બાદ કુકરમાં જ બ્લેન્ડરથી અધકચરું પીસી લો. સામાન્ય રીતે ઘુટો બાફીને જ બનાવાય છે પણ અમે વધુ સ્વાદ લાવવા માટે વઘારી ને બનાવીશું.

ત્યાર પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેલ ગરમ થયા પછી જીરું, ટમેટા, ડુંગળી નો વધાર કરવો. બરોબર ચડી ગયા પછી બફેલો ઘુટો મિક્સ કરી લેવો, લીંબુ નો રસ ઉમેરીને ગેસ બંધ કર દો.

તેની ઉપર કોથમીર થી ગાર્નીશ કરી શકો છો. તમે બધા રેડ્ડી છો ને ગરમા ગરમ ઘુટો, ધુટો રોટલા, પાપડ, ગોળ, લીલી ડુંગળી સાથે સર્વ કરવા માટે.

નોંધ:

બાજરીના રોટલા વહેલા બનાવી રાખવા. રોટલા ઠંડા હશે તો વધુ મજા આવશે.

ઘુટો ને રોટલા સાથે ચોળીને કે કાયમ જમતા હો તે રીતે ખાઈ શકો છો.

ઘુટો સાથે બ્રેડ પણ ડરી લાગે છે.

શાક જેટલું વધુ ઓછું કરવું હોય તે તમારા સ્વાદ મુજબ કરી શકો છો.

વધારે તીખું બનાવવા માટે લીલા મરચાની પેસ્ટ ઉપરથી નાખી શકો છો અથવા તળેલ મરચા સાથે ખાઈ શકો છો.

તેમાં ફ્રુટ પણ ભેળવી શકાય છે જેમ કે દાડમ, પાકું પોપયું, જામફળ.

ગેસ બંધ કરીને કોથમીર સાથે સેવ પણ ભેળવી શકો છો તેનાથી સ્વાદમાં વધારો થાય છે.

અમે અહિયાં બીટ ભેળવ્યું નથી તમારે ભેળવવું હોય તો ભેળવી શકો છો.

આપ આ વાનગી Whatsapp અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની મહારાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું !

Advertisements

Comments

comments