જયા પ્રદા એ આજે સક્રિય રાજકારણનું મોટું નામ છે. અગાઉ તે બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી હતી. હાલમાં પણ તે અભિનય સાથે સંકળાયેલી છે. જોકે હવે તે માત્ર ક્યારેક ક્યારેક ફિલ્મો કરે છે. જયાની જાહેરજીવન એકદમ જોવાલાયક હતી, પરંતુ તેણે પોતાની પર્સનલ લાઇફમાં ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા છે.
જયા પ્રદાએ 1984 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 1988 સુધીમાં, તે ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી અને તેમાં તે સફળ પણ રહી હતી.
જ્યારે સફળતાની સીડી ચઢી રહી હતી ત્યારે શ્રીકાંત તેના જીવનમાં આવ્યો. શ્રીકાંત નહાટા એક ફિલ્મ નિર્માતા હતા.
1986 માં, જયા પ્રદાએ શ્રીકાંત નહાટા સાથે લગ્ન કર્યા. જોકે શ્રીકાંત નહાટા પહેલાથી જ પરિણીત હતા અને તેમના ત્રણ બાળકો પણ હતા. તેણે પત્નીને છૂટાછેડા લીધા વિના જયા પ્રદા સાથે લગ્ન કર્યા.
લગ્ન પછી પણ શ્રીકાંત જયા પ્રદા સાથે ઘર ના વસાવ્યું. તે તેની પહેલી પત્ની સાથે રહેતો હતો.
જયા પ્રદાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે લગ્ન પછી પોતાનું બાળક ઇચ્છે છે, પરંતુ શ્રીકાંત તેના માટે તૈયાર નથી. આ બાબતે બંને વચ્ચે ઘણું તફાવત હતો. થોડા સમય પછી બંને અલગ થઈ ગયા.
બાળક ના ઓરતા માં, જયા પ્રદા તેની બહેના પુત્રને દત્તક લઇ લીધો અને તેનો ઉછેર શરૂ કરવા લાગી. પુત્રનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું હતું.
સિદ્ધાર્થ પણ એક્ટર બની ગયો છે. તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. ટૂંક સમયમાં જ તે બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી શકે છે. (બધા ફોટા: સોશિયલ મીડિયા)