BREAKING: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલ જોવા મળશે નહીં, આ માટેનું કારણ સામે આવ્યું

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા : અહીં ક્લિક કરીને   જોડાઓ જો બકા વૉટ્સએપ ચેનલમાં

Jethalal will take a break from tmkoc : ટીવી પર પ્રસારિત થતો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો દર્શકોની પહેલી પસંદ છે. આ શો દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં પણ ખુબ જ લોકપ્રિય છે અને લોકો આજે પણ આ શોના જુના એપિસોડને પણ પોતાના મોબાઈલમાં વારંવાર જોતા હોય છે. ત્યારે આ શોમાંથી ઘણા બધા કલાકારો એવા પણ છે જેમને હંમેશને માટે વિદાય લઇ લીધી છે, પરંતુ શોનું એક એવું પાત્ર છે જે શો શરૂ થયો ત્યારેથી અત્યાર સુધી આ શો સાથે જોડાયેલું છે અને દર્શકો પણ આ પાત્રને ખુબ જ પ્રેમ કરે છે.

શોમાંથી લેશે બ્રેક :

આ પાત્ર છે શોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહેલા જેઠાલાલ એટલે કે દિલિપ જોશીનું. દિલીપ જોશી દર્શકોનું સતત મનોરંજન કરતા આવ્યા છે, ત્યારે તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે મુશ્કેલથી તેમને બ્રેક પણ મળતો હોય છે. પરંતુ હવે દિલીપ જોશીએ આ શોમાંથી એક નાનકડો બ્રેક લઇ લીધો છે. હકીકતમાં દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે તે શો છોડશે કે નહીં, તો તેની પાછળનું સાચું કારણ શું છે તેના વિશે એક ખાસ માહિતી સામે આવી છે.

ધાર્મિક યાત્રા પર જાય છે જેઠાલાલ :

અભિનેતાએ ‘ETimes’ સાથે શેર કર્યું હતું કે, ‘દિલીપ જોશીએ તેમના શોમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે તાંઝાનિયાના ટૂંકા ધાર્મિક પ્રવાસ પર છે.’ અભિનેતા સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત એક ખાસ પ્રસંગ માટે દરેસલામમાં છે. ચાહકો જાણે છે તેમ, દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેથી તેમણે હજી સુધી તેમની સફરની કોઈ તસવીરો પોસ્ટ કરી નથી. પરંતુ દિલીપની છેલ્લી પોસ્ટ હજુ પણ તેની ધાર્મિક યાત્રાઓ વિશે ઘણું બધું કહે છે.

આબુધાબી પણ જશે :

સ્વામિનારાયણના BAPS સમુદાય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં થશે. સમુદાય ટૂંક સમયમાં શહેરમાં એક વિશાળ સ્વામિનારાયણ મંદિર બનાવવા જઈ રહ્યો છે. દિલીપે લખ્યું, ‘જય સ્વામિનારાયણ, આવા મહત્વપૂર્ણ અને આનંદના પ્રસંગ માટે હાર્દિક આમંત્રણ!’ વીડિયોમાં દિલીપે એ પણ ખુલાસો કર્યો હતો કે તે ધાર્મિક પ્રસંગો દરમિયાન અબુ ધાબીની પણ મુલાકાત લેશે.

બ્રેક લેવાની સાંકેતિક વાત :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શો વિશે વાત કરીએ ગોકુલધામના લોકોએ આખરે ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ કરી છે અને બાપ્પાનું સ્વાગત કર્યું છે. જેઠાલાલે ખુલાસો કર્યો કે તેઓ આ વખતે ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપ્પાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે કારણ કે તેમને આમંત્રણ છે. આ સીન જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર જવાનો છે કારણ કે તે શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા : અહીં ક્લિક કરીને   જોડાઓ જો બકા વૉટ્સએપ ચેનલમાં