Jio ફોન નહીં મળે મફત, નવી શરતો જાણશો તો હોશ ઉડી જશે

Please log in or register to like posts.
Article

ગ્રાહકોની ભારે ઉત્સુકતા વચ્ચે રિલાયન્સ જિયોના જિયો ફોનની ડિલીવરી આમ તો શરૂ થઇ ગઇ છે અને હજી પણ ઘણાં ગ્રાહકો તેને ખરીદવા માટે ફરીથી પ્રિ-બુકિંગ શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે પરંતુ, હવે જિયો ફોન ખરીદનારને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે મફતમાં મળનાર આ જિયો ફોનને લઇને કંપનીએ કેટલાક જરૂરી નિયમ અને શરતોનો ખુલાસો કર્યો છે.

જિયો ફોનના લોન્ચિંગ સમયે કહેવામાં આવ્યું હતું કે, આ ફિચર ફોનની કિંમત શૂન્ય રૂપિયા હશે. એટલે કે માત્ર ડિપોઝીટ પેટે ગ્રાહકોએ 1500 રૂપિયા આપવા પડશે અને તેને 3 વર્ષની અંદર પરત કરી દેવામાં આવશે. પરંતુ, એ સમયે એ વાત કરવામાં આવી ન હતી કે, ગ્રાહકોને ત્રણ વર્ષ સુધીના ઉપયોગ દરમિયાન દર વર્ષે 1500 રૂપિયાનું રિચાર્જ અનિવાર્ય રીતે કરવું પડશે. કંપનીએ એ પણ ખુલાસો કર્યો કે, જો ગ્રાહક આ ફોનને ત્રણ વર્ષની અંદર પરત કરશે તો તેને 1500 રૂપિયા ચૂકવવા પડશે.

3 વર્ષમા થશે 4500 રૂપિયાનો ખર્ચ

મફતમાં મળનાર જિયો ફોનના ગણિતને  સમજવામાં આવે તો ત્રણ વર્ષની અંદર ગ્રાહકને લગભગ 4,500 રૂપિયાથી વધારેનોખર્ચ કરવો પડશે. ત્યારે કંપની હૈન્ડસેટ માટે ડિપોઝિટ પેટે જમા કરાવેલા 1500 રૂપિયા પરત કરશે. દર્શાવવામાં આવેલી શરતોમાં લખ્યું છેકે, જિયો ફોનનો ઉપયોગ કરતા રહેનાર ગ્રાહકોને જિયોના રિટેલ સ્ટોરથી ઓછામાં ઓછુ 1500 રૂપિયાનું રિચાર્જ ત્રણ વર્ષ સુધી કરાવવું પડશે.

રિચાર્જ નહીં કરાવો તો હૈંડસેટ થઇ જશે પરત

મહત્વપૂર્ણ બાબત એ છે કે, જો ગ્રાહકો 1 વર્ષમાં ઓછામાં ઓછા 1500 રૂપિયાનું રિચાર્જ પણ કરાવી નહીં શકે તો રિલાયન્સ જિયોની પાસે હૈન્ડસેટ પરત લેવાનો અધિકાર સુરક્ષિત રહેશે. જિયોનું એમ પણ કહેવું છેકે, આવા ગ્રાહકોએ કંપનીને વધારાની ફી પણ ચૂકવવી પડશે.

ફોન પરત કર્યો તો ચૂકવવો પડશે ટેક્સ

જિયો ફોનને પરત આપવા પર જિયોએ કેટલીક શરત મૂકી છે. જે અનુસાર, જે ગ્રાહક જિયો ફોનને કોઇપણ કારણથી પહેલા એક વર્ષની અંદર પરત કરશે તો તેને 1500 રૂપિયા ઉપરાંત GST અને બીજા ટેક્સ ચૂકવવા પડશે. આ પ્રકારને જે ફોનને એક વર્ષ બાદ પરંતુ, બે વર્ષ પહેલા પરત કરશે તેને 1000 રૂપિયા ઉપરાંત GST અને બીજા ટેક્સ ચૂકવવા પડશે. જ્યારે જે ગ્રાહક બે વર્ષ બાદ પરંતુ, ત્રણ વર્ષ પહેલા ડિવાઇસ પરત કરશે તો GST અને બીજા ટેક્સની સાથે સાથે 500 રૂપિયા ફીના ચૂકવવા પડશે.

આમ છતાં જિયો ફોન તમારો નહીં હોય

જિયોની સાઇટ પર સાફ સાફ બતાવવામાં આવ્યું છે કે, જિયો ફોનના ગ્રાહકોની પાસે ફોનને વેચવાનો કે ભાડા પર આપવાનો કોઇ અધિકાર નથી. આ ફોન માત્ર અંગત ઉપયોગ માટે હશે. આ ફોનનો ઉપયોગ માત્ર સરકારી કે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર કરવો પડશે.

ગ્રાહકો નહીં કરી શકે કોઇપણ પ્રકારની છેડછાડ

કંપનીની નવી શરત અનુસાર, જિયો ફોનના ગ્રાહકોને ફોનના દુરુપયોગ, સોફ્ટવેરમાં ફેરફાર, ફોનનું સિમ લોક બ્રેક કરવું કે કોઇપણ પ્રકારની છેડછાડની મંજૂરી નહીં હોય. જિયો ફોન માત્ર સિંગલ સપોર્ટની સાથે રજૂ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં કંપની પોતાની સુવિધા અનુસાર,બીજા નેટવર્કના સિમને સપોર્ટ આપી શકે છે.

Source: GSTV

Advertisements

Comments

comments