મૂવી રિવ્યુઃ જુડવા-2

Please log in or register to like posts.
News

જુડવા-2

રેટિંગ: 3/5

સ્ટાર કાસ્ટ: વરૂણ ધવન, જેકલિન ફર્નાન્ડિઝ, તાપસી પન્નુ

ડિરેક્ટર: ડેવિડ ધવન

ડ્યૂરેશન: 2 કલાક 30 મિનિટ

ફિલ્મનો પ્રકાર: કોમેડી

ભાષા: હિન્દી

ક્રિટિક: મીના ઐયર

સ્ટોરીઃ

જુડવા-2 એ સલમાન ખાનની બ્લોક બસ્ટર ફિલ્મ જુડવાની રિમેક છે. રાજા (વરૂણ ધવન) અને પ્રેમ (વરૂણ ધવન) જુડવા ભાઈઓ છે. એક સ્મગલરને કારણે તે નાનપણમાં જુદા પડી જાય છે. ચાર્લ્સ (ઝાકિર હુસૈન) નામનો સ્મગલર રાજાને કિડનેપ કરી લે છે. રાજા મુંબઈના માછીમારો વચ્ચે મોટો થાય છે. જ્યારે મોટા થઈને આ બંને ભાઈઓ એકબીજાની સામે આવે છે ત્યારે મચે છે ધમાલ અને મસ્તી.

રિવ્યુઃ

ડેવિડ ધવન એ કોમેડી ફિલ્મોના કિંગ ગણાય છે. આ વખતે તે 1997ની ધમાકેદાર ફિલ્મ જુડવાનું રિબૂટ વર્ઝન લઈને આવ્યા છે. એ વખતે ફિલ્મમાં સલમાન હતો, આ વખતે વરૂણ છે. ઉલ્લેખનીય છે કે યુવા પેઢી વરૂણની ચાહક છે અને તેને ગોવિંદા અને સલમાનના કોમ્બિનેશન તરીકે જોવામાં આવે છે. આ ફિલ્મમાં પણ વરૂણ તમને હતાશ નહિ કરે. રાજા તરીકે મવાલીના રોલમાં અને પ્રેમ તરીકે એક સોફેસ્ટિકેટેડ યુવાન એમ બંને રોલમાં વરૂણ જામે છે.

કેવી છે સ્ક્રિપ્ટ?

સ્ક્રિપ્ટ એ મનમોહન દેસાઈની ઘણી ફિલ્મોનો ખીચડો છે. તેમાં બીજી ઘણી મસાલા મૂવીઝના ડાયલોગ્સ રીપીટ થાય છે. આથી ફિલ્મની સ્ક્રિપ્ટ પાછળ બહુ દિમાગ ખપાવવા જેવુ નથી.

તમારી અંદર છુપાયેલા બાળકને ગમશેઃ

આ એક એવી ફિલ્મ છે જે તમારી અંદર ક્યાંક છુપાયેલા બાળકને ગમશે. પરંતુ બાળકોની દૃષ્ટિએ જોવા જઈએ તો આ ફિલ્મની હિરોઈન્સ વધારે પડતી હૉટ છે. સમારા (તાપસી) અને અલિશ્કા (જેકલિન) બંનેએ ઘણું સારુ પરફોર્મ કર્યું છે. ચલતી હૈ ક્યા 9 સે 12 અને ઊંચી હૈ બિલ્ડિંગ જેવા ગીતો મોટા પરદે જોવાની મજા આવે છે.

 ઈન્ટેલિજન્ટ કોમેડી નથીઃ

ફિલ્મમાં કોઈ ખાસ ઈન્ટેલિજન્ટ કોમેડી નથી તો પણ આ ફિલ્મ જોવાની તમને મજા પડશે. એક સમયે તમે પણ વરૂણના પાત્રમાં ઈન્વોલ્વ થઈ જશો. દશેરાના મોકા પર આ ફિલ્મ જોવામાં કોઈ નુકસાન નથી. આ ફિલ્મના છેલ્લા સીનમાં સલમાન પણ કેમિયોમાં જોવા મળે છે.

Source: iamgujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.