પત્નીના ઘરેણાં વેચીને શરૂ કરી હતી જસ્ટ ડાયલ, હવે ગૂગલની છે નજર

Please log in or register to like posts.
News

કહેવાય છે કે જો કંઇક કરવાની લગન અને જુસ્સો હોય તો નસીબ પલટાતા વાર નથી લાગતી. આજે અમે આવા જ શખ્સ અંગે વાત કરી રહ્યા છીએ જેણે પોતાની પત્નીના ઘરેણાં વેચીને બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેને 4000 કરોડ રૂપિયાના માર્કેટ કેપની કંપની બનાવી દીધી છે.

ગેરેજથી શરૂ કરી હતી કંપની   

1996માં મુંબઇમાં એક ગેરેજથી જસ્ટ ડાયલની શરૂઆત કરી હતી. કંપની શરૂ કરવા માટે પોતાની પત્નીના ઘરેણાં વેચીને 50 હજાર રૂપિયા ભેગા કર્યા. જેનાથી તેમણે ભાડેથી ફર્નીચર, કોમ્પ્યુટર ખરીદ્યા અને 6 કર્મચારીઓથી કંપનીનું કામ શરૂ કર્યુ. આજે તેમની કંપનીનું માર્કેટ કેપ 4000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

મણિનું બાળપણ કોલકાતામાં વિત્યું. તેમણે દિલ્હી યૂનિવર્સિટીથી કોમર્સની ડિગ્રી અંગે વિચાર્યું, પરંતુ આર્થિક તંગીના કારણે વચ્ચે જ અભ્યાસ છોડવો પડ્યો. પોતાના પરિવારને સપોર્ટ કરવા તેમણે સેલ્સમેનની જોબ કરી. અહીંથી બિઝનેસ પ્લાનિંગની જાણકારી મેળવી.

જસ્ટ ડાયલનો આઇડિયા 22 વર્ષની ઉંમરમાં તેમના મનમાં હતો. જ્યારે તે યૂનાઇટેડ ડેટા બેઝ ઇન્ડિયા કંપનીના યેલો પેજિસ માટે કામ કરતા હતા. જેના કારણે તેમણે 1989માં આસ્કમી નામથી એક કંપની શરૂ કરી, પરંતુ ત્યારે કનેક્શન વધુ નહોતા, તેથી વાત જામી નહીં. તેમણે ઇન્ટરનેટ પર ઓછામાં ઓછો આધાર રાખવાનો પ્લાન બનાવ્યો. તેથી જ્યારે 2000માં ડોટકોમ બસ્ટ થયું ત્યારે અનેક ઇન્ટરનેટ બેઝડ કંપનીઓને નુકસાન થયું. પરંતુ જસ્ટ ડાયલ પર કોઇ અસર ન થઇ. 2007માં જસ્ટડાયલનું વેબ-બેઝડ વર્ઝન લોન્ચ થયું હતું.

વર્ષ 2013માં લોકલ સર્ચ સર્વિસ જસ્ટ ડાયલનો આઇપીઓ આવ્યો હતો. આ આઇપીઓ ઇન્વેસ્ટર્સને સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને આઇપીઓ 11.63 ગણો ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગના 6 મહિનાની અંદર જ જસ્ટ ડાયલનો સ્ટોક 172 ટકા વધી અને 5 ઓગસ્ટ 2014ના રોજ સ્ટોક ઓલટાઇમ હાઇ 1894.70 રૂપિયા પર પહોંચ્યો, જે અત્યાર સુધીનું ઉચ્ચત્તમ સ્તર છે.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.