બોલિવૂડ ની જાણીતી સિંગર નેહા કક્કર તેના ગીતો ની સાથે સાથે પર્સનલ લાઇફ વિશે પણ ખૂબ ચર્ચા માં છે. નેહા ની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર, તેઓને 5 કરોડ 74 લાખ લોકો ફોલો કરે છે. અહીં નેહા તેના અંગત અને વ્યાવસાયિક જીવન થી સંબંધિત વિડિઓઝ અને ફોટા શેર કરતી રહે છે.
લગભગ 6 મહિના પહેલા નેહા એ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન ના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તેમના લગ્ન ના 6 મહિના પછી જ નેહા એ તેના પતિ રોહનપ્રીત પર હાથ ઉઠાવ્યો. નેહા એ તેના પતિ ને માર મારતો એક વીડિયો પણ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હવે એની પહેલાં કે તમે નેહા વિશે ઉંધુ સીધું વિચારો, ચાલો તમને જણાવી દઈએ કે સિંગરે એક મ્યુઝિક વીડિયો માં રોહનપ્રીત ને લાફો મારે છે. નોંધપાત્ર વાત એ છે કે નેહા અને રોહનપ્રીત તેમની નવીનતમ મ્યુઝિક વીડિયો ‘ખડ તેનુ મે દાસા’ માં સાથે કામ કરી રહ્યા છે. આ બંને ના આ ગીત માં એક સીન પણ છે. બસ આ દરમિયાન નેહા તેના વાસ્તવિક જીવન ના પતિ ને એક લાફો મારે છે.
View this post on Instagram
નેહા ના આ વીડિયો ને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયો માં ‘નેહુપ્રીત’ ની કેમિસ્ટ્રી આશ્ચર્યજનક લાગી રહી છે. રસપ્રદ વાત એ છે કે નેહા ના પતિ રોહનપ્રીતસિંહે પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. તેણે લખ્યું કે ‘હું બધા લોકો ને પૂછવા માંગુ છું, શું દરેક ઘરવાળી તેના ઘરવાળા ને આ રીતે મારે છે ?? શું દરેક ઘરવાળા ના નસીબ માં માર ખાવાનું લખ્યું છે?’
નેહા ની પોસ્ટ ને અત્યાર સુધીમાં દસ લાખ થી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે નેહા એક સારી ગાયિકા છે સાથે સાથે એક સારી અભિનેત્રી પણ છે. વીડિયો માં તેના અભિનય ના ચાહકો ને ખૂબ પસંદ કરવા માં આવી છે. જણાવી દઈએ કે ‘ખડ તેનુ મેં દસા’ ગીત નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ગાયું છે. રજત નાગપાલે તેમાં પોતાનું સંગીત આપ્યું છે. આ ગીત નાં લિરિક્સ કપ્તાને લખ્યા છે. આ સુંદર ગીત ડાયરેક્ટ અગમ અઝીમ દ્વારા રજૂ કરવા માં આવ્યું છે. આ ગીત ને દેશી મ્યુઝિક ફેક્ટરી માં રિલીઝ કરવામાં આવ્યું છે.
નેહા અને રોહનપ્રીત નો આ વીડિયો તમને કેવો લાગ્યો, કોમેન્ટ કરીને અમને જણાવો.