બોલીવુડમાં વિવાદોની ક્વીન કંગના રનૌત તાજેતરમાં તેની તૂટેલી ઑફિસનું પુન:નિર્માણ કાર્ય જોવા માટે આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. થોડા મહિના પહેલા, BMC એ મહારાષ્ટ્ર સરકાર સાથે મૌખિક યુદ્ધ પછી કંગનાની ઓફિસ તોડી નાખી હતી. જોકે કંગના આ ઑફિસનું ફરીથી નિર્માણ કરી રહી છે. હકીકતમાં બીએમસીએ ગેરકાયદેસર બાંધકામના આરોપ પર કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું હતું. જેના પર કંગનાએ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
આ બાબતે પોતાનો ગુસ્સો ઠાલવવા માટે ‘ક્વીન’ અભિનેત્રી ટ્વિટર પર ટ્વિટ કરવા લાગી હતી. કંગનાએ લખ્યું હતું કે આજે તેઓ મારું ઘર તોડી રહ્યા છે, કાલે તેમનો ઘમંડ તૂટી જશો, સરકાર આવતી જતી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ ઑફિસ ફરીથી બનાવવામાં આવી રહી છે. જેનું કામ જોવા માટે કંગના રનૌત ત્યાં પહોંચી હતી.
આ વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે કંગનાએ ઑફિસના તમામ વિસ્તારોમાં જઈને કામની નોંધ લીધી હતી. હા, કંગના તેની ઑફિસનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે. જેથી લોકડાઉન સમાપ્ત થયા પછી તેઓ તેમાં ફરીથી પોતાનું કાર્ય શરૂ કરી શકે.
આ દરમિયાન કંગનાએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. આ તસવીરોમાં કંગનાનો લુક સરળ અને સુંદર દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ BMC એ ગેરકાયદે બાંધકામોનો આરોપ લગાવતા કંગનાની ઓફિસ તોડી હતી
જેની સામે કંગનાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે BMC ને આ કાર્યવાહી અંગે ઠપકો આપ્યો હતો અને કંગનાને વળતર ચૂકવવા પણ કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે કંગના પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે પરંતુ લોકડાઉનને કારણે અન્ય તમામ ફિલ્મોની જેમ તેની ફિલ્મ્સનું કામ પણ અટવાઈ ગયું છે.