લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે કપિલ શર્મા, ગર્લફ્રેન્ડે મુકી હતી આ શરત

Please log in or register to like posts.
News

કપિલ શર્મા જલ્દી પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્નની જાહેરાત કરી શકે છે. એક અંગ્રેજી વેબસાઈટના ન્યૂઝ પ્રમાણે, ગિન્નીના પેરેન્ટ્સ દબાણ કરી રહ્યાં છે કે તે જલ્દી કપિલની સાથે પોતાનું રિલેશનશિપ ઓફિશિયલ કરે. કપિલની માં પણ આ જ ઈચ્છે છે. પરંતુ ગિન્નીનું કહેવું છે કે તે કપિલ સાથે ત્યારે લગ્ન કરશે, જ્યારે તે પોતાના બધા જ કામ પૂરા કરી લે છે. કપિલ સાથે લગ્ન માટે ગિન્નીએ મુકી આ શરત…

  • રિપોર્ટ્સ પ્રમાણે, ગિન્ની હમેશાથી કપિલ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેની એક શરત છે.
  • તેનું કહેવું છે કપિલ સાથે ત્યારે જ લગ્ન કરશે, જ્યારે તે દારુ છોડી દેશે. હાલના રિપોર્ટસનું માનીએ તો કપિલ ગિન્નીની આ શરત પૂરી કરી ચૂક્યો છે. એટલે કે તેણે દારૂ છોડી દીધો છે. તેની ફિલ્મ ‘ફિરંગી’ આ મહિને રીલિઝ થવાની છે. હાલ તે બધા જ કમિટમેન્ટ્સમાંથી ફ્રી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે જલ્દી લગ્નની તારીખ જાહેર કરી શકે છે.
  • ઉલ્લેનિય છે કે સપ્ટેમ્બરમાં કપિલ અને ગિન્નીના બ્રેકઅપના ન્યૂઝ મીડિયામાં આવ્યા હતા. જોકે, કપિલના એક નજીકના વ્યકિતએ તેને અફવાહ કહી હતી.
  • થોડા સમય પહેલા જ બન્નેને શિરડીમાં સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. બન્ને ત્યાં સાઈબાબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

કપિલ સ્વીકારી ચૂક્યો છે ગિન્ની સાથે પોતાનું રિલેશન

આ વર્ષની શરૂઆતમાં કપિલે ગિન્ની સાથે પોતાના રિલેશનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી હતી. માર્ચમાં કપિલે અચાનક ફેસબુક પર ગિન્ની સાથે પોતાનો એક ફોટો શૅર કર્યો હતો અને લખ્યું ‘મારી પત્નીને મળો.. હું તેને દીપિકા(પાદુકોણ)થી વધુ પ્રેમ કરુ છુ’

  • જે પછી ચર્ચા થઈ રહી હતી કે કપિલે ચૂપચાપ રીતે લગ્ન કરી લીધા છે.જોકે ત્યારે કપિલ શર્માએ divyabhaskar.com સાથે ખાસ વાતચીતમાં કપિલને કહ્યું હતુ કે તેણે લગ્ન નથી કર્યા.
  • કપિલે કહ્યું હતુ. ‘હું મારા ફેન્સને સરપ્રાઈજ આપવા માંગતો હતો અને આજે તેમનું રિએક્શન જોઈને ખુશ છુ. હા હું , ગિન્ની ખૂબ જ પ્રેમ કરુ છુ અને મને લાગે છે કે આ વાતને સ્વીકારી લેવી જોઈએ. ગિન્ની ખૂબ જ સિમ્પલ અને સ્વીટ છોકરી છે. તે મારી લાઈફના દરેક ઉતાર-ચઢાવમાં સાથે રહી છે. મારી માં તેને ખૂબ જ પસંદ કરે છે અને જે મારી માંની પસંદ તે મારી પસંદ’
  • પછી ન્યૂઝ સામે આવ્યા હતા કે કપિલે સુનીલ ગ્રોવરની સાથે થયેલી ફાઈટના દબાણના કારણે ગિન્નીને પોતાની પત્ની કહી હતી. જેથી લોકોનું ધ્યાન તેમની ફાઈટ ઉપરથી હટીને તેના લગ્ન ઉપર જાય.

કોણ છે ગિન્ની ચતરથ

વર્ષ 2014 માં divyabhaskar.com સાથે ખાસ વાતચીત દરમિયાન કપિલના ભાઈ અશોક શર્માએ કહ્યું હતુ, ‘કપિલ જલંધરની ભનનીત ચતરથ સાથે લગ્ન કરવા માંગતો હતો, જેને પ્રેમથી લોકો ગિન્ની કહીને બોલાવે છે. બન્ને એક સાથે કોમેડી શો ‘હંસ બલિએ’માં કામ કરી ચૂક્યા છે.’

કોલેજના દિવસોથી ઓળખે છે ગિન્નીને

આ વર્ષે માર્ચમાં ગિન્ની સાથે પોતાના રિલેશનશિપ વિશે કપિલે કહ્યું હતુ ‘હું ગિન્નીને મારા કોલેજના દિવસોથી ઓળખું છુ. પરંતુ ઈમાનદારીથી કહું તો થોડા મહિનાથી હું તેને વધુ સમજી શક્યો છુ. પરંતુ ગિન્ની હમેશા મારું ધ્યાન રાખે છે. અમારા રિલેશનશિપમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે,પરંતુ હવે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ. મારું માનવું છે કે મને ગિન્નીથી સારી છોકરી નહીં મળી શકે. તે ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે અને મરું ડિસીઝનથી ખુશ છે’ જ્યારે કપિલને પૂછવમાં આવ્યું કે ક્યારે લગ્ન કરે છે? તો તેણે કહ્યું ‘ અત્યાર સુધી નક્કી નથી કર્યુ, પરંતુ આવતા વર્ષે કરી શકુ છુ. તેના વિશે અત્યારે વાત કરવી થોડુ જલ્દી છે. હું મારી લાઈફને એન્જોય કરવા માંગુ છુ.’

2013માં ગિન્નીએ ઓફિશિયલ કરી દીધું હતુ રિલેશનશિપ

ગિન્નીએ કપિલની સાથે પોતાના રિલેશનશિપને 2013માં ઓફિશિયલ કરી દીધુ હતુ. જોકે, તેને વધારે લોકોએ નોટિસ નહોતુ કર્યુ. એક ફ્રેન્ડ સાથે ચેટિંગ દરમિયાન ભવનીતે માન્યું હતુ કે તે કપિલને ડેટ કરી રહી છે. મીનાક્ષી નામની ફ્રેન્ડે ગિન્ની દ્વારા શૅર કરવામાં આવેલા ફોટો પર કમેન્ટ કરી હતી, ‘તે ખૂબ જ હેન્ડસમ છે અને તે ક્યારેય કહ્યું નહીં કે તુ આટલી લકી ગર્લ છે’ આ ફોટો પર પ્રભજોત નામની એક બીજી ફ્રેન્ડે લખ્યું હતું કે ‘ભગવનાના આશીર્વાદ બન્ને પર બન્યા રહે’

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.