તમે જાણતા હશો કે કેટરિના અને રણબીર કપૂર થોડાક સમય પહેલા રીલેશનમાં હતા. જોકે રણબીર કેટરીના સાથે લગ્ન કરવાની વાત મોકૂફ રાખતો હતો. આને કારણે રણબીર અને કેટરિના વચ્ચે મતભેદો વધવા માંડ્યા અને સંબંધનું કોઈ ભવિષ્ય જોતા બંનેએ અલગ થવું સારું માન્યું હતું.
આ સાથે કેટરિનાથી નીતુ એટલી નારાજ હતી કે તે એક ફંક્શનમાં આવી નહોતી. જોકે રણબીરના ઘરના લોકોના નકારી કાઢવા ઉપરાંત કેટરીના અને રણબીરના બ્રેકઅપનું બીજું મોટું કારણ બહાર આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરનો પરિવાર, ખાસ કરીને નીતુ કપૂર કેટરીના સાથેના તેના સંબંધથી ખુશ નહોતી. નીતુ ઈચ્છતી નહોતી કે કેટરિના કૈફ કપૂર પરિવારની પુત્રવધૂ બને. જોકે સમાચારો અનુસાર, રણબીર કપૂર પરિવારમાં દર વર્ષે યોજાતા ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન અભિનેત્રી કેટરિના કૈફ સાથે પહોંચ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના બ્રેકઅપ પાછળ રણબીરની પૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણનો હાથ હતો. જો કે આજે અમે તમને આ બંનેના અલગ થવા પાછળના સંભવિત કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી કેટરિના કૈફ એક સમયે ગંભીર સંબંધોમાં હતા. સમાચારો અનુસાર રણબીર અને કેટ લગભગ 6 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થયા હતા.