એવું તો કયું કારણ છે કે ક્યારેય દાદી જયા બચ્ચન સાથે નથી દેખાતી આરાધ્યા?

Please log in or register to like posts.
News

સ્ટારકિડ આરાધ્યાની બોલબાલા

આરાધ્યા બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંની એક છે. તે જ્યારે જ્યારે મમ્મી ઐશ્વર્યા સાથે બહાર નીકળે ત્યારે તેના ફોટોઝ પાડવા પડાપડી થાય છે.

જયા બચ્ચન સાથે નથી જોવા મળતી

સાથે એકપણ ફોટો નથી

બચ્ચન પરિવારના નજીકના સૂત્રોએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું, “તમે આરાધ્યા અને જયાજી સાથે એકપણ ફોટો જોયો છે?”

નાની સાથે જ જોવા મળે છે

જાહેરમાં આરાધ્યા હંમેશા તેના નાની બ્રિન્દા રાય સાથે જ જોવા મળે છે. દાદી જયા ક્યારેય આરાધ્યા સાથે જાહેરમાં નથી દેખાતી અને આરાધ્યા પણ જયાજી સાથે સમય વીતાવવાનું પસંદ નથી કરતી.

ઘરે પણ ઐશ્વર્યા જ ધ્યાન રાખે છે

સૂત્રોના જણાવ્યા મુજબ, “ઘરે પણ ઐશ્વર્યા જ આરાધ્યાનું ધ્યાન રાખે છે. તે આરાધ્યાની નાની નાની જરૂરિયાનું ધ્યાન રાખે છે. જયાજી ક્યારેય આરાધ્યાની કોઈ બાબતમાં શામેલ નથી થતા.”

જયા પાસે મદદ પણ નથી માંગતી ઐશ્વર્યા

સૂત્રો તો એવુ પણ જણાવે છે કે, “ઐશ્વર્યાને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે તે પોતાની માતા બ્રિન્દાને બોલાવે છે પરંતુ તે ક્યારેય પોતાની સાસુની મદદ નથી માંગતી.”

તૈમૂરના કિસ્સામાં પણ આવું જ

તૈમૂરના કિસ્સામાં પણ આવુ જ બની રહ્યું છે. તૈમૂર અવારનવાર તેની નાની બબિતાના ઘરે જતો જોવા મળે છે પણ દાદી શર્મિલા સાથે ભાગ્યે જ જોવા મળે છે.

જબરદસ્તી દાદી બનવાનો શોખ નથી

પટૌડી પરિવારના એક નજીકના સૂત્રએ જણાવ્યું, “પહેલી વાત તો એ કે શર્મિલાજી દિલ્હીમાં રહે છે અને બીજી વાત એ કે તેમને જબરદસ્તી દાદી બનવાનો કોઈ શોખ નથી.”

તૈમૂરને ત્યારે જ મળશે જ્યારે…

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શર્મિલા તૈમૂરને ત્યારે મળશે જ્યારે તેને અને તૈમૂરના મમ્મી પપ્પાને ફાવે એવું હોય.

Source : Iamgujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.