કબીર સિંહ, શેરશાહ, ગુડ ન્યૂઝ અને હવે તાજેતર ની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ થી દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી કિયારા અડવાણી ને કોઈ ઓળખ ની જરૂર નથી. 30 વર્ષ ની કિયારા નો જન્મ 31 જુલાઈ 1992 ના રોજ મુંબઈ માં થયો હતો.
કિયારા અડવાણી ના ચાહકો ની સંખ્યા સતત વધી રહી છે. બોલિવૂડ માં એક પછી એક ફિલ્મો આપી ને કિયારા હિન્દી સિનેમા ની શ્રેષ્ઠ અભિનેત્રીઓ માંની એક બની રહી છે. જણાવી દઈએ કે એક સમયે કિયારા નું નામ આલિયા હતું પરંતુ એવું કહેવાય છે કે તેણે સલમાન ખાન ની સલાહ પર પોતાનું નામ બદલી નાખ્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ નામ ની પહેલા થી જ આલિયા નામ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં હાજર હતી.
કિયારા એ વર્ષ 2014 માં ફગલી ફિલ્મ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માં તેણે ‘દેવી’ નામ નું પાત્ર ભજવ્યું હતું. આ પછી, વર્ષ 2016 માં, કિયારા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ માં જોવા મળી હતી.
આ પછી કિયારા કબીર સિંહ, લક્ષ્મી, ગુડ ન્યૂઝ, શેર શાહ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય થી લોકો ના દિલ જીતવા માં સફળ રહી છે. અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ ‘લક્ષ્મી’ ના પ્રમોશન દરમિયાન કિયારા એ ખુલાસો કર્યો હતો કે તેને સેક્સ કરતાં કઈ ત્રણ વસ્તુઓ વધુ પસંદ છે.
View this post on Instagram
અક્ષય અને કિયારા એ ફિલ્મ ‘લક્ષ્મી’ નું જોર જોર થી પ્રમોશન કર્યું હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન એકવાર કિયારા ને તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. તેને એવું પણ પૂછવામાં આવ્યું કે તેને સેક્સ કરતાં કઈ 3 વસ્તુઓ વધુ પસંદ છે. પ્રશ્ન ચોક્કસપણે થોડો વિચિત્ર હતો, જોકે કિયારાએ તેનો જવાબ આપ્યો.
કિયારા એ સેક્સ કરતાં વધુ ગમતી ત્રણ વસ્તુઓ નું નામ આપ્યું હતું. જવાબમાં તેણે કહ્યું કે પિઝા, શોપિંગ અને સારી ફિલ્મ. કિયારા ના કહેવા પ્રમાણે, તે પિઝા, શોપિંગ અને સારી ફિલ્મ દ્વારા સેક્સ કરતાં વધારે એન્જોય કરે છે. તે સમયે કિયારા ના આ જવાબ ની ઘણી ચર્ચા થઈ હતી.
View this post on Instagram
કિયારા અડવાણી ના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ પછી તે ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અનિલ કપૂર, નીતુ કપૂર અને વરુણ ધવન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. તાજેતર માં જ ફિલ્મ ની ટીમે ફિલ્મ ની સક્સેસ પાર્ટી નું આયોજન કર્યું હતું. કિયારાએ પણ પાર્ટીમાં ભાગ લીધો હતો.