રિયા સેન બોલિવૂડ ની એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મો ની સાથે સાથે અંગત જીવન ને કારણે હંમેશા ચર્ચા માં રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી મુનમુન સેન ની પુત્રી છે. રિયા એ પોતાના કરિયર માં કેટલીક બોલિવૂડ ફિલ્મો માં કામ કર્યું છે પરંતુ તેને સફળતા મળી શકી નથી.
જણાવી દઈએ કે રિયા સેન સૌથી પહેલા ફેમસ સિંગર ફાલ્ગુની પાઠક ના ફેમસ ગીત ‘યાદ પિયા કી આને લગી’ બાદ હેડલાઈન્સ માં આવી હતી. આ ગીત માં તેની નિર્દોષતા અને સુંદરતા એ દરેક નું દિલ જીતી લીધું હતું.
View this post on Instagram
રિયા સેન ઘણા સમય થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતર માં જ તેણે તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે. જેમાં તેનો હોટ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા.
View this post on Instagram
રિયા સેન હવે 41 વર્ષ ની થઈ ગઈ છે પરંતુ રસપ્રદ વાત એ છે કે વધતી ઉંમર ની સાથે તેની સુંદરતા અને બોલ્ડનેસ પણ સતત વધી રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા થોડીવાર માં વાયરલ થઈ જાય છે.
View this post on Instagram
જણાવી દઈએ કે રિયા સેને વર્ષ 2001 માં ફિલ્મ ‘સ્ટાઈલ’ થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું હતું, જોકે આ પહેલા તેણે કેટલીક તમિલ અને બંગાળી ફિલ્મો માં કામ કર્યું હતું. રિયા ની છેલ્લી ફિલ્મ વર્ષ 2019 માં રિલીઝ થયેલી ‘લોનલી ગર્લ’ હતી. આ ફિલ્મની શોર્ટ ફિલ્મ હતી અને તેણે તેમાં ‘રાધિકા કપૂર’ નું પાત્ર ભજવ્યું હતું.
View this post on Instagram
રિયા સેન ની આગામી ફિલ્મો ની વાત કરીએ તો તે ‘ડેથ ટેઈલ’ માં કામ કરી રહી છે, જોકે તેની ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.