રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દેશ અને દુનિયામાં જાણીતું નામ છે. મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને તેમના પરિવાર સાથે બોલિવૂડ સ્ટાર્સની જેમ ચર્ચામાં રહે છે. તમે મુકેશ અને નીતા અને તેમના બાળકો વિશે ઘણી વાતો સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી પણ આ ચર્ચાનો ભાગ બની રહી છે. તેની પાછળનું કારણ તેમની પિંક સાડી છે. બહુ ઓછા લોકો જાણે છે કે કોકીલાબેન હંમેશા ગુલાબી રંગની સાડીમાં જોવા મળે છે. તો ચાલો આપણે તેની પાછળના કારણો વિશે જાણીએ.
ધીરુભાઇ અંબાણીએ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો. ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીની પત્ની કોકિલાબેન 86 વર્ષની છે. તેનો જન્મ 24 ફેબ્રુઆરી 1934 ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. કોકિલાબેને ત્યાંથી પણ પોતાનો અભ્યાસ કર્યો હતો. કોકિલાબેન દસમું ધોરણ પાસ છે. ધીરુભાઈ અને કોકિલાબેનના લગ્ન વર્ષ 1955 માં થયા અને બંનેના ચાર સંતાન છે- મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દીકરીઓ દિપ્તી અને નીના.
તમે ધ્યાન આપ્યું હોય તો કોકિલાબેન મોટાભાગના પ્રસંગોમાં ફક્ત ગુલાબી સાડીઓ પહેરે છે. તે ફેમિલી ફંક્શન હોય કે કોઈ પણ ઇવેન્ટ, તે મોટે ભાગે ગુલાબી સાડીમાં જોવા મળે છે.
એક અહેવાલો અનુસાર, મુકેશ અંબાણીની માતા કોકિલાબેનને ગુલાબી રંગ ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે જ્યાં પણ તેને સ્પોટ કરવામાં આવે છે, તે ગુલાબી રંગની સાડીમાં જોવા મળે છે.
તેણીની અબુ જાની સંદિપ ખોસલા અને સબ્યાસાચી દ્વારા ડિઝાઇન કરેલા કપડાં પહેરવાનું પસંદ કરે છે.
ભારતીય રીતરિવાજો અનુસાર, ગુલાબી રંગને ત્યાગ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે પતિના મૃત્યુ પછી મહિલા પિંક કલરની સાડીમાં જોવા મળે છે. કોકિલાબહેનને પણ ગુલાબી રંગની સાડીમાં જોવા મળવાનું આ એક કારણ છે. કારણ કે ધીરુભાઇ અંબાણીનું વર્ષ 2002 માં અવસાન થયું હતું.
એટલું જ નહીં કોકિલાબેનને મુસાફરી પણ ખૂબ ગમે છે. તેઓને લંડન અને સ્વિટ્ઝલેન્ડની મુલાકાત લેવાનું પસંદ છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી ધીરુભાઈ અંબાણી જીવિત હતા ત્યાં સુધી કોકિલાબેન તેમની સાથે ફરવા જતા હતા પરંતુ હવે પણ તે ચોક્કસપણે વર્ષમાં બે વાર પરિવારના સભ્યો સાથે ફરવા જાય છે.
આ સિવાય તેઓને ગીતો સાંભળવાનો પણ ખૂબ શોખ છે. એટલું જ નહીં, કોકિલાબેન વાહનોનો પણ ખૂબ શોખ રાખે છે. તેમની પાસે વિશ્વના લગભગ દરેક બ્રાન્ડની કાર છે પરંતુ મર્સિડીઝ બેન્ઝ તેમની પ્રિય કાર છે.
તેમના નામ પરથી મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ, ભારતની ટોચની હોસ્પિટલોમાંની એક ગણાય છે.
તેની કુલ સંપત્તિ 2.9 અબજ ડોલર (18000 કરોડ ડોલર) છે. જોકે આ મિલકત તેમના પતિ ધીરૂભાઇ અંબાણીના આધારે છે. 2016 માં, તેને તેના પતિની જગ્યાએ પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ચાલો તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોકિલાબેન પણ એક મોટી-દાદી બની હતી. તે જ સમયે, મુકેશ અને નીતા પણ દાદા-દાદી બની ગયા છે. તેની વહુ શ્લોકા અને આકાશે એક પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ તેમણે પૃથ્વી અંબાણી રાખ્યું છે.