બોલિવૂડ નું સૌથી પ્રિય કપલ શાહરૂખ ખાન અને ગૌરી બોલિવૂડ ના એવા થોડા કપલ્સ માંથી એક છે જે લગ્ન ના આટલા વર્ષો પછી પણ એકબીજા ને પ્રેમ કરે છે. પરંતુ આજે અમે તમને તેમના વિશેની એક અજાણી વાર્તા જણાવીશું.
શાહરૂખ અને ગૌરી ના લગ્ન ને લગભગ 28 વર્ષ થયા છે. પરંતુ આ લગ્ન એટલા સરળ નહોતા કારણ કે ગૌરી એક હિંદુ બ્રાહ્મણ પરિવાર માંથી છે અને શાહરૂખ ખાન મુસ્લિમ પરિવાર માંથી છે, તેથી તેમના લગ્ન માં ઘણી સમસ્યાઓ આવી હતી. તે સમયે શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પ્રવેશ પણ નહોતો કર્યો. ગૌરી ના માતા-પિતા શરૂઆત માં શાહરૂખ ખાન ને સ્વીકારવા માંગતા ન હતા. તેઓ એકબીજા સાથે લગ્ન ન કરે તે માટે ગૌરી ની માતા એ તેમને ડરાવવા માટે વધુ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી પરંતુ તેમનો પ્રેમ ક્યાં અટકવા નો હતો. ઘણા ઉતાર-ચઢાવ બાદ આખરે 26 ઓગસ્ટ 1996 ના રોજ તેઓ એ કોર્ટ માં લગ્ન કરી લીધા. શાહરૂખ અને ગૌરી એ નિકાહ પણ કર્યા હતા જેમાં ગૌરી નું નામ આયેશા રાખવા માં આવ્યું હતું.
એક ઈન્ટરવ્યુ માં શાહરૂખ ખાને જણાવ્યું કે ગૌરી ના સંબંધીઓ આ લગ્ન થી ખુશ ન હતા કારણ કે તેઓ જૂના જમાના ના હતા. તેઓ એકબીજા માં વાત કરતા હતા કે છોકરો મુસ્લિમ છે, છોકરી ને પણ મુસ્લિમ બનાવશે… તેનું નામ પણ બદલી નાખશે. શાહરૂખે મજાક માં ગૌરીને કહ્યું કે તેણે નમાઝ પઢવા માટે બુરખો પહેરવો પડશે, આ બોલ્યા પછી ગૌરી નો આખો પરિવાર ચૂપ થઈ ગયો.
આ ઈન્ટરવ્યુ માં શાહરૂખ કહે છે કે ‘તે બધા પંજાબી માં વાત કરી રહ્યા હતા અને મેં તે સમયે ગૌરી ને કહ્યું હતું કે ‘ગૌરી ને બુરખો પહેરવા દો અને નમાઝ પઢવા દો’, ત્યાં હાજર લોકોએ વિચાર્યું કે અમે ગૌરી નો ધર્મ બદલી નાખ્યો છે. પરંતુ આ બધુ માત્ર એક મજાક હતું.