મહાભારતનું યુદ્ધ શા માટે થયું કુરુક્ષેત્રમાં જ ? આ છે તેની પાછળના ત્રણ રહસ્યો

Please log in or register to like posts.
News

મહાભારતએ માત્ર મહાપુરાણ જ નહીં પંચમ વેદ છે. તે ભારતનો ઈતિહાસ ગ્રંથ છે. મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુ સામ્રાજ્યના સિંહાસન માટે લડાયું હતું. પરંતુ શું તમે એ કારણથી વાકેફ છો કે આ યુદ્ધ માટે કુરુક્ષેત્રની જ પસંદગી કયા કારણથી કરવામાં આવી હતી.? તેના માટે 3 લોકવાયિકા પ્રચલિત છે જેના વિશે આજે જાણકારી આપવામાં આવી છે.

ભાઈના હાથે ભાઈનું મોત

ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ પહેલા ડર હતો કે યુધ્ધમાં ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય, કુટુંબના સંબંધીઓ એકબીજાને મરતાં જોઈને યુદ્ધમાં સંધી ન કરી લે. એટલા માટે તેમણે નિર્ણય કર્યો કે એવું સ્થળ શોધવામાં આવે કે જ્યાં ક્રોધ અને દ્વેશ વધારે પ્રમાણમાં હોય. આવું સ્થળ શોધવા શ્રીકૃષ્ણએ તેમના દૂતને અલગ અલગ દિશામાં મોકલ્યાં. તેમાંથી એક દૂતએ કુરુક્ષેત્ર વિશે તેમને જાણકારી આપી અને જણાવ્યું કે, અહીં આવેલા એક ખેતરની પાળી તુટી જતાં પાણી ત્યાંથી વહી જતું હતું. તે પાણીને અટકાવવા માટે મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું. નાના ભાઈએ તે કામ કરવાની ના કહી અને તેના જ મોટા ભાઈએ આ વાતથી રોષે ભરાઈ તેના ભાઈને હત્યા કરી નાંખી અને તેના મૃત શરીરને પાળીનું પાણી અટકાવવા માટે રાખી દીધી. આ વાત સાંભળી શ્રીકૃષ્ણએ નક્કી કરી લીધું કે યુદ્ધ આ ભૂમિ પર જ થશે.

કુરુનું ક્ષેત્ર

બીજી માન્યતા કુરુ સાથે જોડાયેલી છે. એક સમયે કુરુ આ જમીન ખેડી રહ્યાં હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર તેમની પાસે ગયા અને આમ કરવાનું કારણ તેને પુછ્યું. કુરુએ તેમને જણાવ્યું કે જે પણ વ્યક્તિ આ સ્થળ પર મૃત્યુ પામશે તે પુણ્ય લોકને પામે તેવી મારી ઈચ્છા છે. ઈન્દ્ર તેમની વાત પર હસ્યા અને ત્યાંથી સ્વર્ગલોકમાં જતા રહ્યાં. આવું અનેકવાર થયું અને આ વાત અન્ય દેવ સુધી પણ પહોંચી. ત્યારે બધા જ દેવોએ ઈન્દ્રને સમજાવ્યા કે તે કુરુને તેમના પક્ષમાં કરી લે. ત્યારપછી ઈન્દ્ર ફરીથી કુરુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે આ ભૂમિ પર માણસ કે પશુ-પક્ષી નિરાહાર રહીને યુદ્ધ કરશે અને તેનો મોત થશે તો તે સ્વર્ગલોકને પામશે. આ વાતથી ભીષ્મ, કૃષ્ણ વાકેફ હતા એટલા માટે યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું હતું.

શ્રવણ કુમારની વાર્તા

શ્રવણ કુમારે તેના માતાપિતાની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા માટે તેમને કાવડમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો. તે ચાલતો ચાલતો જ્યારે કુરુક્ષેત્રમાં પહોંચ્યો તો તેણે તેના માતાપિતાને કાવડમાંથી ઉતારી દીધા અને ચાલવાનું કહ્યું. આ ભૂમિમાંથી પસાર થઈ ગયા પછી શ્રવણને તેના કામ પર પશ્વાતાપ થયો અને તેણે ક્ષમા માંગી. ત્યારે તેના માતાપિતાએ જણાવ્યું કે આ ભૂમિ પર એક સમયે મય નામનો રાક્ષસ થયો હતો. તેણે તેના માતાપિતાની પણ હત્યા કરી નાખી હતી. તેના આ સંસ્કાર કુરુક્ષેત્રમાં રહી ગયા છે. એટલા માટે જ જે પણ આ ભૂમિ પર પગ મુકે છે તેની બુદ્ધિ બગડી જાય છે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.