લૈલા મજનૂની પ્રેમ કહાની તો લગભગ બધાએ સાંભળી જ છે, પરંતુ શું તમે અસલી લૈલા મજનૂને જોયા છે?

Please log in or register to like posts.
News

લૈલા મજનૂની પ્રેમ કહાની તો લગભગ બધાએ સાંભળી જ છે, પરંતુ શું તમે અસલી લૈલા મજનૂને જોયા છે? લૈલા મજનૂનો ઈતિહાસ ભારત સાથે જોડાયેલો છે. બંનેએ પોતાના જીવનના છેલ્લા દિવસો પાકિસ્તાનની બોર્ડરથી દૂર માત્ર 2 કિમી દૂર રાજસ્થાનની જમીન પર પસાર કર્યા હતા. એટલું જ નહીં આ સ્થાન પર આ લોકોની એક મજાર પણ આવેલી છે.

લૈલા મજનૂની આ મજાર શ્રીગંગાનગર જિલ્લામાં બનેલી છે. અનૂપગઢ તાલુકાના ગામ બિંજૌરમાં આવેલી લૈલા મજનૂની મજાર પર ઘણા લોકો પોતાના પ્રેમ માટે દુઆ માગવા આવે છે. લોકોનું માનવું છે કે લૈલા મજનૂ સિંધુ પ્રાંતના રહેવાસી હતા.

[widgets_on_pages id=”1″]

લૈલાના ભાઈને જ્યારે બંનેના પ્રેમની ખબર પડી ત્યારે તેણે મજનૂની હત્યા કરી દીધી હતી. જો કે લૈલાને જ્યારે મજનૂની મોતના સમાચાર મળ્યા ત્યારે તે મજનૂની લાશ પાસે પહોંચી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. લૈલા મજનૂની આ મજાર પર 15 જૂને બે દિવસનો મેળો ભરાય છે. જેમાં ભારતની સાથે સાથે પાકિસ્તાનથી પણ નવપરિણીત દંપતીઓ આવતા હોય છે અને આ મજાર પોતાના પ્રેમની સફળતા માટે દુઆ કરતા હોય છે. જો કે કારગિલ યુદ્ધ બાદ પાકિસ્તાન તરફનો રસ્તો આ મજાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ મજાર પર હિંદુ મુસ્લિમ સિવાયના અન્ય ધર્મના લોકો પણ આવે છે.

દુનિયામાં પ્રેમમાં ફના થનાર લોકોને ખૂબ માન આપવામાં આવે છે. ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત એક પોસ્ટને બીએસએફને મજનૂ પોસ્ટ નામ પણ આપવામા આવ્યું છે. એક એવી પણ લોકવાયકા છે કે અહીં ઘણા સમય પહેલા એક દીવો પ્રજવલિત કરવામાં આવતો હતો, જે જાતે જ પાકિસ્તાન તરફ ચાલવા લાગતો હતો. આ ગામમાં ઘણા લોકોએ તેવું નજરે હોવાનું પણ કહે છે.

Source: Sambhaavnews

Advertisements

Comments

comments