ધનપ્રાપ્તિની ઈચ્છા હોય તો પત્નીને આ વસ્તુઓ આપવી ઉપહારમાં

Please log in or register to like posts.
News

જે ઘરમાં મહિલાઓ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓ વાસ કરે છે. પુરાણોમાં પણ વિધાન છે કે ઘરમાં પુરુષોએ સદાય સ્ત્રીની રક્ષા કરવી જોઈએ અને તેમને ખુશ રાખવી જોઈએ. મહિલાઓનું મન અત્યંત કોમળ હોય છે. તેથી એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમનું મન આહત ન થાય. જે ઘરમાં સ્ત્રીઓ સુખી અને ખુશ હોય ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી.

આ કારણથી જ મનુ સ્મૃતિમાં એવા ઉપહારનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને ઘરની મહિલાઓને આપવાથી પ્રેમ વધે છે તેમજ ઘરમાં પણ સુખ-સમૃદ્ધિ વધે છે. આમ પણ જે ઘરમાં મહિલાઓ સાથે મીઠીવાણીમાં વાત-ચીત થાય છે, તેમનો આદર કરવામાં આવે છે ત્યાં ધન-ધાન્યની ખોટ રહેતી નથી. તો જાણી લો એ ઉપાયો વિશે જે કરવાથી તમારી પણ સમસ્યાઓ દૂર થઈ જશે.

વસ્ત્ર

traditional-dress

સાફ અને સ્વચ્છ સ્થાન પર જ લક્ષ્મીજીનો વાસ હોય છે. ઘરના પુરુષો પર ગૃહસ્થી ચલાવવાની જવાબદારી હોય છે. તેથી જ તેઓ જો તેમની પત્ની, માતા, દીકરીને સારા અને સ્વચ્છ કપડા આપે છે તો લક્ષ્મીજીની કૃપા વરસવા લાગે છે. જો પુરુષો આમ ન કરે તો ઘર પર અલક્ષ્મી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દે છે.

ઘરેણા

jewelry

જે ઘરમાં મહિલા સુંદર દાગીના પહેરી તૈયાર થતી હોય તે ઘરમાં સદા વૈભવ રહે છે. તહેવારના દિવસોમાં પુરુષોએ મહિલાઓને દાગીના ભેટ સ્વરૂપે આપવા જોઈએ. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

મીઠી બોલી

mithi-boli

પુરુષોએ હંમેશા મહિલાઓનું સન્માન જાળવવું જોઈએ. તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવાથી સુખ-શાંતિનો અંત આવે છે. જે ઘરમાં સ્ત્રીઓ શોક અને ચિંતામાં રહે છે ત્યાં અનેક સમસ્યાઓ નડતરરૂપ બને છે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.