બોલિવૂડ ના સૌથી મોટા સ્ટંટ ડાયરેક્ટર માં જો કોઈ નું નામ લેવામાં આવે તો સૌથી પહેલા રોહિત શેટ્ટી નું નામ લેવામાં આવે છે. રોહિત શેટ્ટી એ પોતાની ફિલ્મો માં પોતાના સ્ટંટ થી દર્શકો ના દિલ માં જગ્યા બનાવી છે. રોહિત શેટ્ટી ની ફિલ્મો માં સ્ટંટ અને એક્શન જોવા માટે દર્શકો આતુર હોય છે.
રોહિત શેટ્ટી એ હવે બોલિવૂડમાં એક મોટી ઓળખ મેળવી લીધી છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત શેટ્ટી ની માતા રત્ના શેટ્ટી પણ બોલિવૂડ ની મોટી સ્ટંટ વુમન રહી ચુકી છે અને સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચૂકી છે. વાસ્તવ માં રોહિત શેટ્ટી ના પિતા એમબી શેટ્ટી 70 અને 80 ના દાયકા ના મોટા સ્ટંટ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને તેમણે ઘણી ફિલ્મો માં સ્ટંટ ડિરેક્ટર તરીકે કોરિયોગ્રાફી કરી છે.
રત્ના શેટ્ટી એ બડે ઘર કી બેટી, દાર અને યાર ગદ્દાર જેવી ઘણી મોટી બોલિવૂડ ફિલ્મો માં સ્ટંટ વુમન તરીકે કામ કર્યું છે. રત્ના શેટ્ટી પતિ એમબી શેટ્ટી ની સહાયક દિગ્દર્શક પણ રહી ચુકી છે અને રત્ના એ એમબી શેટ્ટી ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. એમબી શેટ્ટી એ 70 અને 80ના દાયકા ની મોટી ફિલ્મોમાં અભિનય કરી ને ખલનાયક તરીકે દર્શકો ના દિલ માં મોટી જગ્યા બનાવી હતી.
એમબી શેટ્ટી એ ડોન, ત્રિશુલ, દીવાર અને ધ ગ્રેટ ગેમ્બલર જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. રત્ના શેટ્ટી ની ફિલ્મ શોલે માં પણ હેમા માલિની ની બોડી ડબલ બની હતી. રત્ના શેટ્ટી એ પોતાના અભિનય અને સ્ટંટ થી દર્શકો ના દિલ માં જગ્યા બનાવી લીધી હતી. રોહિત શેટ્ટી ઘણી વખત ખતરોં કે ખિલાડી માં તેની માતા રત્ના શેટ્ટી વિશે વાત કરતો રહે છે.